માણાવદર તાલુકાના નાકરા ગામે બે કલાકમાં છ ઇંચ વરસાદથી પાણી પાણી
માણાવદર તાલુકામાં આજે સતત બીજા દિવસે પણ ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો બપોર બાદ વાદળછાયા વાતવરણ વચ્ચે માણાવદર તાલુકા ના નાકરા ગામે બે કલાકમાં છ ઇંચ વરસાદથી પાણી પાણી થઈ ગયા હતા નાકરા ગામમાં ધોધમાર વરસાદ થી રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા અને ખેતરો પણ પાણી પાણી બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા
નાકરા તેમજ આજુબાજુના ગામોમાં પણ સારો વરસાદ પડયા હોવાના અહેવાલો મડી રહયા છે નાકરા ગામના સરપંચ સંજયભાઈ જણાવ્યું હતું કે બે કલાકમાં જ છ ઇંચ વરસાદ ખાબકયો હતો ગામોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા અને ખેતરો પણ પાણીમાં જળબંબાકાર બન્યા હતા આટલું પાણી પ્રથમ વખત જોયું છે તેમ જણાવ્યું હતું