માણાવદર તાલુકામાં લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા હોમિયોપેથીક દવા નું વિતરણ
તાલુકા હેલ્થ કચેરી માણાવદર ના આરોગ્ય કર્મચારીઓ દ્રારા માણાવદર શહેર અને ગામ્ય વિસ્તારમાં ધરે ધરે જઇને હાલ ચાલી રહેલ કોરોના મહામારી માં કોરોના રોગ પ્રતિકારક શક્તિ વધે એવી હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવે છે
આ દવા જિલ્લા પંચાયત જૂનાગઢ દ્રારા ફાળવવામાં આવે છે માણાવદર તાલુકા હેલ્થ ઓફીસર શિલ્પાબેન જાવિયા દ્રારા તમામ લોકોને આ દવા ગળવા અનુરોધ કરે છે. આ દવા કંઈ રીતે લેવી તેની માહિતી પણ આપેલ છે . આ દવા માણાવદર તાલુકાના 56 ગામો માં કુલ વસ્તી 1,30,000 માં કુલ ધર 33667 માં ધરે ધરે ફરીને આ દવાનુ વિતરણ કરવામાં આવશે