માણાવદર તાલુકા માં કોરોના રસીકરણની સજ્જતા ચકાસવા 3 સ્થળોએ યોજાઈ ડ્રાય રન

(જીજ્ઞેશ પટેલ દ્વારા ) વૈશ્વિક મહામારી કોરોના પડકાર ને પહોંચી વળવા આરોગ્ય વિભાગ દ્વારા પુખ્ત વયના લોકો માટે સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થશે. આ સંદર્ભે કોરોના રસીના વિતરણ ને લઈને કોઈ સમસ્યા ના સર્જાય અને અડચણો ના નિવારણ માટે માણાવદર તાલુકા માં 3 સ્થળો એ ડ્રાય રન નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં માણાવદર ની લાયન્સ સ્કૂલ તેમજ બાંટવા અને નાકરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો સમાવેશ થાય છે.
માણાવદર ખાતે લાયન્સ સ્કૂલ માં આયોજન કરેલ હતું જેમાં પ્રતિક્ષા ખંડ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, રસીકરણ રૂમ, નિરીક્ષણ ખંડ દ્વારા વિવિધ તબકકા વાર વેકસીનેશન કરવામાં આવ્યું હતું.તેનું નિરીક્ષણ કર્યું હતું. જે અંગે ની માહિતી આપતા સરદારગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ ઓફિસર ડો.પી.જી. કાસુન્દ્રા તથા તેમના સ્ટાફ કર્મચારીઓ અશોકભાઇ આરદેશણા, નયનભાઈ ડાંગર, શ્યામ અદોદરિયા, મિહિર વિરપરિયા દ્વારા કરવામાં આવેલ હતું.આ ડ્રાય રન આગામી સમયમાં માણાવદર તાલુકા માં વેકસીનેશન ની કામગીરી સફળતાપૂર્વક થાય
તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ બાબતો નું નિરીક્ષણ જૂનાગઢ જિલ્લાના ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો.સંજય કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. જે લોકો નું તબકકાવાર વેકસીનેશન કરવાનું છે. તેની કરાયેલ તૈયારીઓ ની સમીક્ષા કરવામાં આવી જેમાં ડોર ટુ ડોર સર્વે કરી સિનિયર સીટીઝનો અને ગંભીર રોગો થી પીડાતા નાગરિકૉ ની માહિતી સર્વે દ્વારા એકત્ર કરી છે.