માણાવદરના દગડ ડેમ પાસે મારૂતિ ફન્ટી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માતમાં ત્રણને ઇજા
માણાવદર થી બે.કી.મી. દૂર દગડ ડેમ પાસે જૂનાગઢ હાઇવે રોડ ઉપર આજે એસ.ટી. બસ તથા મારૂતિ ફન્ટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મારૂતિ ફન્ટી મા બાપોદર ગામના (તા.રાણાવાવ )ના ત્રણ વ્યક્તિઓ બાપોદર ગામે જતા હતા એસ.ટી.બસ બાંટવાથી જૂનાગઢ જઇ રહી હતી ત્યારે ગમેરીતે આ બન્ને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં મારૂતિ ફન્ટી મા ત્રણ વ્યક્તિ હતા.
ત્રણેયને ઇજા થઇ હતી તથા ગાડીનો બુકડો બોલી ગયો હતો ઇજાગ્રસ્તો ને માણાવદર હોસ્પિટલ લાવ્યા હતા જેમાં શાન્તીબેન કેશુગીરી મેધનાથી ઉ.વ. 48 ને ફેકચર હાથમાં શિવાભારતી કાનભારતી ઉ.વ. 55 સામાન્ય ઇજા થય હતી અને કેશુગીરી ભગવાનગીરી ઉ.વ. 50 રહે બાપોદર ને માથા ખંભા મા ઇજા થઇ હતી જેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયા નું માણાવદર હોસ્પિટલે જણાવ્યું હતુ એસ.ટી.બસમાં કોઇ ને ઇજા થઇ ન હતી .