Western Times News

Gujarati News

માણાવદર પંથકમાં બારેયમેધ ખાંગા સાત ઇંચથી વધુ વરસાદ

*(જીજ્ઞેશ પટેલ દ્વારા ): માણાવદર પંથકમાં આઠ ઇંચ થી બાર ઇંચ વરસાદ પડેલ ફરી આજે સાત ઇંચ થી વધુ વરસાદ પડતા પંથકમાં બારેયમેધ ખાંગા થયા છે સમગ્ર પંથકમાં જળબંબાકાર થયું છે ગમે ત્યાં જુવો  નદી ,નાળાં, વોંકળા, ખેતરો ,રસ્તાઓ,ડેમો બેફામ પાણી થી વહી રહયા છે એક તબકે ભયજનક સ્થિતિ સવારે સર્જાય હતી

એક ધારા અનરાધાર વરસાદ થી સમગ્ર શહેરની નદીઓ ડેમો ભયજનક સ્થિતિ એ પહોંચી છે બે કાંઠે પાણી થી પ્રવાહ વહી રહયા છે આ સ્થિતિ ના કારણે બાંટવા ખારાડેમની સપાટી માં બેફામ વધારો થતા આજે સવારે બાંટવા ખારા ડેમના એક સાથે 12 દરવાજા બે ફૂટ ખોલી પ્રતિ સેકન્ડ 11152 કયુસેક પ્રવાહથી પાણી છોડવામાં આવી રહયું છે

 જેનાથી તે ધોડાપુર કોડવાવ ગામમાં પાણી પહોંચ્યા ત્યાથી પસાર થતા પાણી સમેગા, એકલેરા,ધરસંડ,થાપલા, સહિતના અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો સમગ્ર પંથકમાં ગઇકાલ થી આજ બપોર સુધીમાં સાત ઇંચ થી વધુ વરસાદ પડી ચૂકયો છે

અતિભારે વરસાદ ના પગલે શહેરના રસાલા વિસ્તારમાં ધરોમાં પાણી ધૂસી ગયા હતા તો ગીરીરાજ નગર બાંટવા રોડ ઉપર તથા વોંકળા ભયજનક સ્થિતિ પેદા થય હતી શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો ગ્રામ્ય વિસ્તાર માં ભારે વરસાદી પાણીથી રસાલા ડેમ બેફામ ઓવરફલો સતત 12 કલાક થી થઇ રહ્યો છે રાત્રી ના ભારે વરસાદથી ક્ષારવતી નદી ઉપરથી પસાર થતો બાગદરવાજા ના પુલ ઉપર થી ભયજનક પાણી વહી રહયા છે લોકો પોતાના જીવના જોખમે આ પુલ પસાર કરી ને જાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.