માણાવદર બાગદરવાજા હોળી સમિતિ દ્રારા 25000 છાણાની હોલિકાનું દહન કરવામાં આવ્યું
માણાવદર બાગદરવાજા હોળી સમિતિ દ્રારા 25000 છાણાની હોલિકાનું દહન કરવામાં આવ્યું હતુ ધૂળેટી એટલે રંગોનો તહેવાર હોળીમાં લોકો દાળિયા ,ખજુર, ધાણીની આહુતિ આપવાનું વિશેષ મહત્વ છે તમામ પરિવારો હોલીની પ્રદક્ષિણા કરી તેમના દર્શન કરે છે. માણાવદરમાં બાગદરવાજા હોળી સમિતિ દ્રારા 8:15 કલાકે ધાર્મિક અનુસાર ગુગળ, કપૂર મિશ્રીત કરી હોળી પ્રગટાવી હતી સમગ્ર વાતાવરણ ધર્મમય અને પવિત્ર થઇ જાય આ પર્વે વાડ પણ ઉજવવામાં આવે છે. જ્યા પુત્ર નો જન્મ થયો હોય તે પરિવાર આની ઉજવણી કરે છે. બાળકના મામા બાળકને તેડીને હોળી ની પ્રદક્ષિણા કરે છે. અને વાજતે ગાજતે ડી. જે. અને ઢોલનગારા તાલે ઝુમે છે.
માણાવદર બાગદરવાજા હોળી સમિતિ દ્રારા હોલિકા દહને પાંચ ધાન ભરેલો માટીનો ધડો મુકે છે હુતાસણી પુરી થયા પછી આ ધડાને બહાર કાઢી તેમા રાખવામાં આવેલ ધાન કેવું બફાયુ તેના ઉપરથી આગામી ચોમાસું કેવું રહેશે તેનો વરતારો કાઢવામાં આવે છે અને હુતાસણી ની ઝાળ કંઇ દિશા તરફ જાય છે તેના પરથી પણ આગામી વર્ષ કેવું રહેશે તેનું અવલોકન કરવામાં આવે છે માણાવદરમાં બાગદરવાજા ની હોળી જૂનામાં જૂની છે આખું ગામ ઉપરાંત તાલુકા ના લોકો પણ આ હોળી ના દર્શન કરવા મૉટી સંખ્યા માં આવે છે. આ સમિતિ દ્રારા સેવાકિય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અહી ફાળો થાય છે તેમા જે રૂપિયા વધે છે તે ગાયનો ધાસ ચારો અને કુતરાઓના લાડવા બનાવવા માં વાપરવામાં આવે છે