માણાવદર બાગદરવાજા હોળી સમિતિ ના યુવાનો દ્વારા 200 કિલો ફુડપેકેટનું વિતરણ

વર્તમાન સમયે કોવિડ 19 કોરોનાએ દેશને ભરડામાં લીધો છે. સરકાર દ્વારા આ વાયરસથી બચવા લોકડાઉન જેવા અતિ ગંભીર પગલાં ભરવામાં આવ્યા છે. ત્યારે રોજેરોજ રળીને ખાતા ગરીબ પરિવારોની રોજીરોટી છીનવાઇ છે. કામધંધા વગર ખાવું શું તેની ચિંતા કરી રહેલા ગરીબ પરિવારોને પેટ ભરવા માટે માણાવદર ની બાગદરવાજા હોળી સમિતિ ના યુવાનોએ આવા લોકો માટે 100 કિલો ગાંઠિયા તથા 100 કિલો બુંદી બનાવી પછાત વિસ્તારમાં તેનું પેકેટ દ્વારા વિતરણ કરી માનવતાના દર્શન કરાવ્યા છે
આ સમિતિ ના યુવાનો દ્વારા દરરોજ જુદા જુદા વિસ્તારમો વસતા ગરીબ પરિવારોને આવા ફુડ પેકેટ આપવા માટે ની યોજનારૂપે બુંદી – ગાંઠીયા બનાવાઇ રહયા છે.જેની લોકોમાં સરાહના થઇ રહી છે