માણાવદર લોકડાઉન સંદર્ભે DySP ગઢવીએ મુલાકાત લીધી
સમગ્ર જૂનાગઢ જિલ્લા માં કોરોના સંદર્ભે લોકડાઉન સંદર્ભે થયેલા પોલીસ અને હોમગાર્ડઝ ના ચુસ્ત બંદોબસ્ત છે જેની જિલ્લા પોલીસ વડા સૌરભસિંધ સાહેબ ની સુચનાથી દરરોજ માણાવદર – વંથલી – બાંટવા સહિત ના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી વિઝીટ લઇ પરિસ્થિતિ સુવ્યવસ્થિત જળવાઈ તેથી ડીવાયએસપી જે.બી.ગઢવી સાહેબે માણાવદર હાઇવેથી લઇ શહેર અંદર પોલીસ અને હોમગાર્ડઝ ની દરેક પોઇન્ટની મુલાકાત લઇ પોલીસ અને હોમગાર્ડઝ ની સારી કામગીરી ના વખાણ કર્યો હતા.
તેમને વિઝીટ બુક ચેક કરી વિગતો લખી હતી તથા તમામ ચેક પોસ્ટ માં એક ડાયરી માં તમામ ચેકીંગ કરેલા વાહનોની વિગતો સુવ્યવસ્થિત રાખવા જણાવ્યું હતુ તેમજ પોલીસ અને હોમગાર્ડઝ ની મુશ્કેલી જાણી હતી. હવે દરરોજ આ વિસ્તાર ની વિઝીટ થશે જેથી લોકડાઉન નો વધુ ચુસ્ત અમલ થશે તથા કામગીરી જાણી શકાશે તેમજ પીએસઆઇ આંબલીયા મેડમ ને જણાવ્યું હતુ કે નાના માણસોની કોઈ પણ મુશ્કેલી નિવારવા મદદરૂપ થવા પણ સૂચના આપવામાં આવી હતી. (તસ્વીર – જીજ્ઞેશ પટેલ માણાવદર)