માણાવદર સિનેમા ચોકમાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરાયું
11 એન.સી.કેસો કરી 5100 રૂપિયા નો દંડ વસુલ્યો
માણાવદર સિનેમા ચોકમાં પીએસઆઇ પી.વી.ધોકડીયા અને પોલીસ સ્ટાફ દ્વારા સધન વાહન ચેકીંગ હાથ ધરાવામાં આવ્યું હતુ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને અનુલક્ષીને વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતુ જેમાં સીટ બેલ્ટ વગરના, ત્રિપલ સવારી, માસ્ક વગરના વગેરે લોકો પોલીસ ઝપટે ચડી ગયા હતા અને 11 એન.સી.કેસો કરી 5100 રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવાયો હતો આ વાહન ચેકીંગ માં પીએસઆઇ ધોકડીયા અને પોલીસ સ્ટાફ જોડાયો હતો