માણાવદર સેવા સહકારી મંડળીને ગોડાઉન બનાવવા જમીન આપવા માંગ કરાય
માણાવદર સેવા સહકારી મંડળીના પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયા એ મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ પત્ર પાઠવી રજૂઆત કરી છે કે અમારી સંસ્થા એ રાજ્ય સરકારે તા. 17/12/15 ના જાહેર કરેલ યોજના મુજબ ગોડાઉન બનાવવા અમારી હાલની સંસ્થા ને લાગું રેવન્યુ સર્વે નં 577 પૈકીમાં માત્ર 264 ચો.મી. જમીન તા. 5/1/16 ના રોજ માંગણી કરેલ છે. આ વાતને આજે ચાર વર્ષ પુરા થઈ ગયા છે. અને હજુ સુધી અમારી માંગણી અંગે કોઈ આખરી મંજૂરી મળી નથી આ અંગે અમોએ જરૂરી તમામ માહિતીઓ અને કબુલાતો આપી છે. આ બાબતે કલેકટર જૂનાગઢ પાસે અનેક વખત ની પુછપરછ બાદ તેઓએ જણાવેલ કે તમારી દરખાસ્ત અમારા પત્ર ક્રમાંક લેન્ડ 2/જી/1471 ના તા. 17/9/19 થી સરકારશ્રીમાં મંજૂરી માટે મોકલેલ છે.
હાલમાં તેઓએ આ સાથેના પત્ર મુજબની માહિતી આપી કે આ યોજના હેઠળ અનેક માંગણીઓ પૈકી માત્ર છ સંસ્થા ને જમીનો અપાઇ છે તે ઉપરથી અમો એમ માનવા પ્રેરાયા છીએ કે સરકાર ગમે તેટલી યોજના જાહેર કરે પરંતુ તમારૂ તંત્ર કારણ વિના પ્રશ્રૉ ઉભા કરી તુમારશાહી અંતીમ રૂપ આપતા નથી અપાયેલ જમીનો પૈકી બે સંસ્થા ને જમીનો અપાય તેમા ગોડાઉનો બંધાઇ પણ ગયા હશે અમોને પણ જો નિયત સમયમાં જમીન મળી હોતૉ તો અમોએ ગોડાઉનો બાંધી હાલમાં રાજય સરકાર જે ખેડૂતોની જણસીઓ ખરીદે છે તેમા ઉપયોગી થઇ શકયા હોત પરતું અમને ખેદ છે કે આજે ચાર વર્ષ બાદ પણ અમોને સરકારશ્રીની યોજનામાં ભાગીદાર બનાવી શકયા નથી
ઝાટકિયા એ જણાવ્યું કે આ વર્ષના બજેટ અંગે ના નિવેદન માં ખેડૂતલક્ષી કરેલી જાહેરાત થી અમો પ્રભાવિત થયા છીએ તેમા પણ ખેડૂતોને અપચાની વ્યાજ માફી મુકત રૂપિયા ત્રણ લાખની લોન અને રૂપિયા 30,000 ખેડૂત ના ખેતરમાં ગોડાઉન બાંધવા લોન અને સહાય વિગેરે છે પરંતુ આવી થતી જાહેરાતોના લોકોને મળતા લાભો મોટા ભાગે ઉપયોગી થતા નથી તે અંગે અમોને થયેલ અનુભવ એવો છે કે રાજય સરકારે સહકારી સંસ્થા ને ગોડાઉન બાંધવા જમીન દશ ટકા ના દરે આપવા તા. 17/12/15 થી કરેલ જાહેરાત ના અનુસંધાને અમોએ તુર્તજ સ્થાનિક મામલતદાર અને કલેક્ટર ને તમામ વિગતો સાથે જમીન ની કરેલ માંગણી અને તેની અનેક રજૂઆતો પછી પણ નિર્ણય નહી આવતા ફરીથી નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ એક પત્ર પાઠવી રજૂઆત કરેલ છે આ રજૂઆત ને ધ્યાને લઇ વહેલાસર જમીનનો કબજો મળે તેવી માંગ કરી છે