માણાવદર સ્વામિ મંદિરના કોઠારી સ્વામિની કુવા રીચાર્જ કરી વરસાદી પાણી સંગ્રહ કરવા અપીલ
માણાવદર ભૂમિ આમ તો હરીભકતો માટે મોટા તિર્થ સમાન છે કેમ કે અહી ખુદ ભગવાન સ્વામિનારાયણ આ ભૂમિમાં 200 વર્ષ પહેલાં 11 વખત પધારી ચૂકયા છે . તેઓએ હાલના માણાવદર ગાંધીચોકમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ના કુવામાં સ્નાન કર્યું હતું તેમા આજે પણ મીઠું પાણી છે તે કુવાને વરસાદી પાણીથી રીચાર્જ કરી તમામ નાગરિકોને કોઠારી મોહન પ્રસાદદાસજી સ્વામીએ અપીલ કરી છે કે પ્રસાદી ના કુવાને રીચાર્જ કરી રહયા છીએ મંદિર નું અગાસીનુ સ્વચ્છ વરસાદી જળ તેમાં પધરાવી રીચાર્જ ની પહેલ અમે કરી છે.
લોકોએ પાણીના તળ બોર કરી કરીને ધરતીને ચારણી કરી નાખી છે તેમાં રીચાર્જ કરી મોટાપાયે પાણી બચાવો , પાણી હશે તો બધુ થશે , જળ એજ જીવન છે બોર કુવામાં જેટલું બંને તેટલું પાણી ઉતારો તો તળ ઉંચા આવશે રાષ્ટ્રીય સંપત્તિ બચશે ખેતી માટે ઉપયોગી થશે ખેતીમાં પણ ટપક પધ્ધતિ અપનાવી જળ બચાવો એક ધર્મગુરૂ જયારે આવી પહેલ કરતા હોય તમામે અપનાવવું જોઇએ મંદિર ના કુવામાં મોટા પાઇપથી ધોધ વહાવી વરસાદી જળનો સંગ્રહ કરાય છે જેને જોવા અનેક લોકો આવે છે અગાઉ ઓર્ગેનિક ખેતીની અપીલ કરી હતી જે ધણા લોકોએ અપનાવ્યા બાદ આ બીજી અપીલ દ્રારા જળ સંપત્તિ બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહયા છે