માણેકચોકમાં સરફેસીંગ કરેલો રોડ AECએ ખોદી કાઢ્યો
કોના બાપની દિવાળી ???
અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનની બેદરકારીનો ઉત્તમ નમૂનો માણેકચોકમા જોવા મળ્યો. છેલ્લા ૩/૪ દિવસોથી માણેક ચોક વિસ્તારમાં રોડ સરફરીગનુ કામ લાખો રુપિયાના ખર્ચથી થઇ રહયુ હતુ તે સંદર્ભે ખાણીપીણી રાત્રી બજારપણ બંધ રાખવામાં આવયુ હતુ.
સામાજિક કાર્યકર નિશિથ સિંગાપોરવાલાના જણાવ્યા મુજબ ગઇ કાલે માણેકચોકમાં રોડસફરીગનુ કામ પુણ કરી ડામર પાથરી રોડ લેવલીગ કરેલ અને એઇસી દ્રારા ખોદકામ શરુ કરી દીધેલ આમ એકવાર કામ કયા પછી પાછુ ખોદકામ થાય તે કમૅચારીઓની બેદરકારી નો ઉત્તમ નમુનો છે.