માણેકચોકમાં સાંકડી શેરી ખાતે રસ્તા ઉપર ભુવો પડ્યો
અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં જ મ્યુનિ. કોર્પો. તંત્રની કામગીરીના લીરેલીરા ઉડવા લાગ્યા છે ઠેરઠેર પાણી ભરાવાની સાથે રસ્તાઓ પણ તૂટી ગયા છે કોરોનાની મહામારી વચ્ચે તૂટેલા રસ્તા રીપેર નથી થયા ત્યાં જ હવે શહેરમાં રસ્તાઓ ઉપર ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે તસ્વીરમાં શહેરના હાર્દસમાન માણેકચોક વિસ્તારમાં ભૂવો પડતાં જ કોર્પોરેશને ગોઠવેલી બેરીકેટ નજરે પડી રહી છે.
ચોમાસાની શરુઆત થતાં જ દરવર્ષે કોપોરેશન દ્વારા પ્રિમોનસુન પ્લાન ના કરાતા દાવા વચ્ચે શહેરમાં ઠેર ઠેર પડેલ ખાડા અને ભુવા ને લીધે ચાલુ વષે પણ કોપોરેશન ઉઘાડી પડી છે.ખાડીયામાં મધ્યઝોન ખાડીયા વોડમાં માણેકચોક વિસ્તારમાંથી આસ્ટોડીયા ચકલા તરફ જતી ૯૦૦ના વ્યાસની ડ્રેનેજ ઉપર બંધારાનો ખાંચો, સાંકડી શેરી ખાતે રસ્તા ઉપર ભુવો પડ્યો છે. આ સાઇટ ઉપર કોપોpરેશન જરુરી બેરીકેડિંગ કરવાની કામગીરી કરી છે.(તસ્વીરઃ- જયેશ મોદી)