માણેકચોકમાં સોના-ચાંદીના વેપારીને ત્યાં ઈન્કમટેક્ષની રેડ
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં ૩૦ થી વધુ ઉદ્યોગપતિઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં નવા સપ્તાહની શરૂઆતથી જ તપાસ એજન્સીનો ધમધમાટ શરૂ થયો છે. સોમવારે અમદાવાદમાં તમાકુ ગુટખાના ઉત્પાદકોને ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા બાદ મળતી માહિતી અનુસાર હવે માણેકચોકમાં તપાસ શરૂ થઈ છે.
અહેવાલ અનુસાર અમદાવાદના મુખ્ય બુલિયન બજાર ગણાતા માણેકચોકમાં આઈટી વિભાગે રેડ પાડી છે. માણેકચોકના સોના-ચાંદી બજારના વેપારીઓને ત્યાં આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે.
સોમવારે સવારે આઈટી વિભાગે અમદાવાદ શહેરમાં તમાકુની બનાવટો, ગુટખાના ઉત્પાદન સાથે સંકળાયેલા એક મોટા ઉદ્યોગપતિને ત્યાં આવકવેરાના દરોડા અને તપાસ શરૂ કરી હતી. અમદાવાદમાં બાગબાન ગૃપ પર આઈટીના દરોડા પડ્યાં હતા. મજેઠિયા બંધુઓ પર આવકવેરા વિભાગની તપાસ શરૂ થઈ હતી.
અંદાજે ૧૦૦ કર્મચારીઓ સાથે ૧૦ ટીમો બનાવીને બંને ભાઈઓની ઓફિસ, ઘરે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બાગબાન તંમાકુ, બાગબાન કન્ટ્રક્શન પર કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસમાં ૩૦ થી વધુ ઉદ્યોગપતિઓ ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે.