માણેકચોક વાસણ બજારમાં ઘરાકીનો અભાવ
અમદાવાદ, માણેકચોક ખાતે આવેલા વાસણબજારમાં કેટલાક વહેપારીઓ કોરોનાથી સંક્રમિત થતા સ્થાનિક વાસણ બજારના વેપારી એસોસીએશન દ્વારા બજારના કામકાના કલાકોમાં ઘટાડો કરીને સાંજના છ વાગ્યે વાસણ બજાર બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા થયેલ છે. બીજી તરફ વાસણબજારમાં ઘરાકી જ જાેવા મળતી નથી. કોરોના કાળમાં વાસણબજાર સાવ સુનકાર ભાસી રહ્યુ છે. માત્ર ૧૫ થી ૨૦ ટકા જેટલી ઘરાકી જાેવા મળે છે. જેને કારણે વહેપારીઓમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. સામાન્ય રીતે રોજીંદા દિવસોમાં વાસણબજાર ધમધમતુ જાેવા મળતુ હોય છે.
ગતવર્ષ ૧૦૦ ટકા ઘરાકી જાેવા મળતી હતી. તેની સામે આજના સમયે ૨૦ ટકા જ ગ્રાહકો જાેવા મળી રહ્યા છે. બીજી તરફ ફેરિયાઓના કારણે દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન પાર્કિંગની જગ્યા નહીં હોવાથી દુકાનના માલિકો અને તેમના સ્ટાફને વાહનો કયાં પાર્ક કરવા એ એક મોટી સમસ્યા છે. વળી જે ગ્રાહકો આવતા હતા. તેઓ ટ્રાફિક – પાર્કિંગના અભાવને લીધે વાહનો પાર્ક કરી શકતા નથી. જે ગ્રાહકો ખરીદી કરવા માટે ઓટોરીક્ષા લઇને આવે છે તેઓ પણ ટ્રાફિકથી કંટાળી જાય છે
તો પર વિસ્તારોમાંથી ઓટો રીક્ષા ચાલકો શહેરી વિસ્તારમાં આવવા તૈયાર હોતા નથી. તેથી મોટાભાગના લોકો ઘરની આસપાસની જ ખરીદી કરતા થઇ ગયા છે. જ્યારે આજની નવી પેઢી નો ઓનલાઇન ચીજવસ્તુઓની ખરીદી કરતા થઇ ગયા છે. તેમના માટે તો માણેકચોક આવવુ એટલે તો ઘણી મટી વાત કહી શકાય તેમ છે. માણેકચોકના વાસણ બજારના વહેપારીઓ ગ્રાહકોની ચાતક નજરે રાહ જાેઇ રહ્યા છે. પરંતુ હજુ માંડ ૧૫ થી ૨૦ ટકા જ ઘરાકી નીકળી છે. પરંતુ ડીસેમ્બર સુધી જાે આ પ્રકારની પરિસ્થિતિ રહી તો માર્કેટમાં ૫૦ ટકા દુકાનો બંધ કરી દેવી પડે તેવી હાલત સર્જાશે તેમ વહેપારીઓનું તારણ છે. વાસણબજારમાં હાલમાં ઘરાકીનો લગભગ અભાવ જાેવા મળી રહ્યો છે. તેમ છતાં દિવાળી પહેલા થોડુ ઘણુ બજાર પણ ખુલશે તેવી અપેક્ષા – આશા વહેપારીઓ રાખી રહ્યા છે.