Western Times News

Gujarati News

માણેકચોક સોના ચાંદીના દાગીના એસોસીએશનની નવી કારોબારીની રચના

GST પ્રશ્નોને લઈ વહેપારીઓ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશેઃ પરેશભાઈ ચોકસી

ઘાંચીની પોળમાં અત્યાધુનિક બિલ્ડિંગ બનાવાયુ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ માણેકચોક સોના-ચાંદીના એસોસીએશનની ત્રણ વર્ષ માટેની નવી કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે ચોકસી પરેશભાઈ દશરથલાલ, ઉપપ્રમુખ સંપતલાલ ધરમચંદ જૈન, મંત્રી અરવિંદભાઈ કાંતિલાલ ચોકસી, સહમંત્રી શાહ નિરવભાઈ વિનોદચંદ,

ખજાનચી શાહ વિપુલકુમાર સેવંતીલાલ, સહખજાનચી આશીષ ચીનુભાઈ ભાટીયાનો સમાવેશ થાય છે. જયારે કારોબારી સભ્ય ચોકસી કનુભાઈ ગંગારામ, વ્યાસ દિલીપભાઈ પુષ્કર, શાહ મનિષભાઈ ચંદુલાલ, ચોકસી મનિષભાઈ પોપટલાલ, શાહ હિતેનભાઈ કિર્તિલાલ, ઝવેરી પુલીનભાઈ જગાભાઈ, ચોકસી કમલેશભાઈ દશરથલાલ, શાહ મંગળદાસ જયંતિલાલ, યોગેશભાઈ લાલચંદ ભોજવાણીનો સમાવેશ થાય છે.

આ અંગે માણેકચોક સોના ચાંદી દાગીના એસોસીએશનના પ્રમુખ ચોકસી પરેશભાઈનો સંપર્ક સાધતા તેમણે સોના-ચાંદી બજારના વહેપારીઓના જી.એસ.ટી.ના પ્રશ્નો અંગે જણાવ્યુ હતુ કે જી.એસ.ટી. અંગે વહેપારીઓને કનડગત ન થાય, તથા જે કોઈ પ્રશ્નો છે

તેનો આમને-સામને બેસીને નિકાલ થાય તે હેતુથી માણેકચોક ઘાંચીની પોળમાં એસોસીએશનના અત્યંતઆધુનિક બિલ્ડિંગમાં જી.એસ.ટી.ના અધિકારીઓ તથા એસોસીએશનના હોદ્દેદારો તથા વહેપારીઓ વચ્ચે એક બેઠકનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.

બીજી તરફ પ્રમુખ પરેશભાઈ ચોકસીએ અમદાવાદના ચાંદીના વહેપારીઓને અપિલ કરતા જણાવ્યું છે કે ચાંદીની બાબતમાં ગુણવત્તા જળવાઈ રહેવી જાેઈએ. ખાસ કરીને બુલિયન વહેપારીઓને આ બાબતે વિશેષ ધ્યાન રાખીને આગળ વધવા અનુરોધ કર્યો છે. અમદાવાદના બજારની એક શાખ છે અને વહેપારીઓ- લોકો પૂર્ણ વિશ્વાસ રાખીને ચાંદીના માલસામાનની ખરીદી કરતા હોય છે આ વિશ્વાસ જળવાઈ રહેવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.