માણેકબાગથી ધરણીધર તરફ જવાના માર્ગ પર ભુવો પડયો
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના માણેકબાગથી ધરણીધર તરફ જવાના માર્ગ પર મોટો ભુવો પડી જતા આસપાસના વિસ્તારના નાગરિકો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ભુવો પુરવાની કામગીરી ધીમીગતિએથી ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહયા છે કોર્પોરેશન તંત્રની પોલ સામાન્ય વરસાદે ખોલી નાંખી છે. અમદાવાદમાં હજુ ભારે વરસાદ પડયો નથી.
માત્ર સામાન્ય ઝાપટામાં રોડ- રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે તો ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા નવી વાત નથી. માણેકબાગ બી.આર.ટી.એસ પાસે મોટો ભુવો પડી જતા નહેરૂનગરથી ધરણીધર તરફ જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે એક તરફનો માર્ગ ચાલુ રાખવામાં આવ્યો હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી છે.
ખાસ કરીને કોરોના કાળના ગાળામાં ટ્રાફિકજામ થઈ જવાથી વાહનચાલકો ફફડી રહયા છે બીજુ તો વાહનચાલક કોરોના સંક્રમિત હોય તો શું હાલત ઈ શકે છે ?? જયારે ઓફિસ જવાના સમયગાળા દરમિયાન ટ્રાફિકજામ થતો હોવાથી વાહનચાલકો તો મુશ્કેલીનો સામનો કરી રહયા છે પરંતુ આસપાસના રહીશોને ભારે તકલીફ પડી રહી છે ભવો ખુબ જ વિશાળ છે અને તેને પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ તેની કામગીરી ખૂબ જ મંથર ગતિથી ચાલી રહી છે આમને આમ કેટલો સમય જશે ??તે અંગે સ્થાનિક નાગરિકો પૂછી રહયા છે.
અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદથી ભુવા પડી જાય છે અગાઉ પણ જુદા જુદા વિસ્તારોમાં ભુવા પડી ગયાના દાખલા જાવા મળ્યા છે એકની એક જગ્યાએ ભુવાઓ પણ પડી જાય છે. તેની પાછળનું મુખ્ય કારણ ભુવાઓનું સરખી રીતે પુરાણ કરવામાં આવતુ નથી. ઉદાહરણ તરીકે જાઈએ શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે દર વર્ષે ભુવો પડી જાય છે આવા તો અમદાવાદના અનેક વિસ્તારો છે જયાં ભુવા પડી જાય છે સામાન્ય વરસાદમાં કોર્પોરેશનની પોલ ખુલી જવા છતાં મોટામોટા દાવા કરવામાં આવે છે. માણેકબાગ બી.આર.ટી.એસ પાસે પડેલા ભુવાને પુરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે પરંતુ બે દિવસ વરસાદી માહોલ રહેવાને કારણે કે કોઈ અગમ્ય કારણોસર ભુવો પૂરવાની કામગીરી ધીમી ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહયા છે.
જાકે માણેકબાગ પાસેનો ભુવો મોટો હોવાથી તેના પુરાણમાં સ્વાભાવિક રીતે સમય જઈ શકે છે. આમ તો ગઈકાલે જ ભુવો પડયો છે તેથી તેની કામગીરીમાં લાંબો સમય થશે. જાકે એક તરફનો રસ્તો બંધ થવાને કારણે નહેરૂનગરથી ધરણીધર અને માણેકબાગથી અન્ય વિસ્તારો તરફ જવાના માર્ગ પર સવારથી જ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે. લોકોને વાહનો સાથે ટ્રાફિકમાંથી નીકળવા માટે ભારે કસરત કરવી પડે છે.