માતર ગામે બેંકમાં જવાનું કહી નીકળેલો યુવાન તળાવમાં ડૂબી જતાં તંત્રએ શોધખોળ હાથધરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
(વિરલ રાણા) ભરૂચ,આમોદ તાલુકાના માતર ગામે ટેકરા ફળિયામાં રહેતો યુવાન રણજિત શાંતિલાલ વસાવા ઉ.વ.૩૫ બેંકમાં કામ અર્થે જવા માટે નીકળ્યો હતો.પરંતુ તે તળાવના રસ્તેથી નીકળવા જતા પગ લપસી જતાં ડૂબી ગયો હતો.
જેથી સરપંચ ઈરફાન ઉઘરાતદાર સહિતના ગામ લોકો મોટી સંખ્યામાં તળાવ કિનારે પહોંચી ગયા હતા.ગામના જાગૃત સરપંચે તંત્રને યુવાન ડૂબી ગયો હોવાની જાણકારી આપતાં આમોદ તાલુકા પંચાયતના અધિકારીઓ આસીસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી પંચનામું કરવાની તજવીજ હાથધરી હતી.
તેમજ છેલ્લા ચાર કલાક થવા છતાં યુવાનનો તળાવમાં પત્તો ના લાગતાં તેની લાશને શોધવા માટે તંત્રએ કવાયત હાથધરી હતી.