Western Times News

Gujarati News

માતાએ ચાર બાળકીઓના ગળા કાપી મોતને ઘાટ ઉતારી

લખનૌ,નુંહ જીલ્લાના પુન્હાના ખંડનાગામ પિપરૌલીમાં એક મહિલાએ પોતાની ચાર માસુમ બાળકીઓની ચાકુથી ગળુ કાપી હત્યા કરી દીધી છે.ત્યારબાદ ખુદનું ગળુ કાપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.  મળતી માહિતી અનુસાર પોલીસે મહિલાની વિરૂધ્ધ હત્યાનો મામલો દાખલ કરી શબોને પોસ્ટમોર્ટમ કરાવવા માડીખેડા ખાતે અલ આફિયા હોસ્પિટલમાં મોકલી આપ્યા છે પોલીસે ઘટના સ્થળેથી ઉપયોગમાં લેવાય ચાકુને કબજે કર્યું છે પુન્હાના પોલીસ પ્રભારી સંતોષકુમારે જણાવ્યું હતું કે પિપરૌલી નિવાસી ખુર્શીદ મજદુરી કરે છે તેણે ફરિયાદ કરી કે તે રાતે ઘરે ન હતો તેની પત્ની ફરમીના અને તેની ચાર પુત્રીઓ મુસ્કાન ઉવ ૭,મિસ્કીના પ,અલફિફા ૩ અને રૂકસાના છ મહીન ઘરે એકલી હતી.

આરોપ છે કે રાતમાં ફરમીનાએ ચારેય બાળકીના ગળા ચાકુથી કાપી હત્યા કરી બાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો રાતે લગભગ સાડા ત્રણ વાગે ખુર્શીદ ઘરે પહોંચ્યો હતો.તેણે દરવાજાે ખખડાવ્યો પરંતુ કોઇ જવાબ આવ્યો નહીં આથી તેણે બારીમાંથી જાેયું તે તેની બાળકીઓ લોહીથી લથપથ પડી હતી અને પત્ની તડપી રહી હતી આથી તેણે દરવાજાે તોડી નાખ્યો ચારેય બાળકીના મોત થયા હતાં અને તેની પત્નીનો જીવ બતો આથી તેને હોસ્પિટલમાં ખસેડી હતાં ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે શબોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા અને ધટના સ્થળેથી સેંપલ લઇ તપાસ માટે મોકલી આપ્યા છે રિપોર્ટ આવ્યા બાદ અને મહિલાના નિવેદન બાદ આ ધટનાનો ખુલાસો થાય તેવી સંભાવના છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.