માતાએ 8 માસના પુત્રને રસ્તા પર સુવડાવીને ગળું કાપી નાખ્યું
જયપુર, ચુરારી ગામમાં 8 માસની એક છોકરાની તેની માતાએ કુહાડી મારીને હત્યા કરી છે. ઘરથી લગભગ 80 ફૂટ દૂર આવેલા રસ્તા પર તેને માતા લઈ ગઈ અને રસ્તા પર સુવડાવીને ડોકમાં કુહાડી મારી દીધી. શનિવારે સવારે 11 વાગ્યે થયેલી ઘટનાની માહિતી પોલીસને ન મળી. આ સિવાય તેની માહિતી પરિવારે પણ પોલીસને આપી ન હતી.
જોકે મૃતકની નાની તેને કપડામાં લપેટીને ચંદેર હોસ્પિટલ લઈને પહોંચી હતી, જ્યાં ડોક્ટર પાસે છોકરી છત પરથી પડી ગઈ હોવાનું કહીને તપાસ કરાવવામાં આવી. તેને જોઈને ડોક્ટરે તેન મૃત જાહેર કરી દીધી. આખી રાત કપડામાં શબને લપેટીને ઘરે રાખી મૂક્યું. પોલીસનું કહેવું છે કે માતાની મેન્ટલ સ્થિતિ સારી નથી.
માતા એક સંતથી પ્રભાવિત હતી અને તેના પ્રવચન યુ-ટયૂબ પર સાંભળતી હતી. રશ્મિ અને લક્ષ્મણ લોધીના લગ્ન 2 વર્ષ પહેલાં થયા હતા. લગ્ન પછી તે તેના પતિની સાથે ઈન્દોરમાં રહતી હતી. અઢી મહિના પહેલાં તે પુત્ર યશરાજની સાથે પોતાના પિયરમાં ચુરારી આવી હતી, જ્યાં તે પોતાની માતા અને બહેનની સાથે રહેતી હતી.
શનિવારે પોતાની બહેન પાસેથી પોતાના પુત્રને લઈને રસ્તા પર લઈ ગઈ અને તેની હત્યા કરી દીધી. મૃતકના નાના જાનકી પ્રસાદે ગામના લોકોની સાથે બીજા દિવસે રવિવારે પોલીસ સ્ટેશને જઈને ઘટનાની માહિતી આપી. એસડીઓપી લક્ષ્મી સિંહ સહિત ટીઆઈ ઘટનાસ્થળે પહોંચ્યા. એ પછી એસપી રઘુવંશ સિંહ ભદૌરિયા પણ માહિતી મળતા જ ચંદેર પહોંચ્યા. એ પછી આરોપી મહિલાની ધરપકડ કરીને ચંદેરી હોસ્પિટલમાં માનસિક સારવાર માટે દાખલ કરવામાં આવી.
નાની બહેન રોશનીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે 11 વાગ્યે યશરાજને ખોળામાં લઈને રમાડી રહી હતી. રશ્મિ તેને ખવડાવતી-ખવડાવતી બહાર જતી રહી. થોડાવાર પછી તે બૂમ પાડતી અંદર આવી અને કહેવા લાગી કે બકરો કાપી નાખ્યો.
જ્યારે હું બહાર ગઈ તો યશરાજ લોહીથી લથપથ હતો. તેને ઉઠાવીને અંદર લાવી અને તેને પૂછ્યું કે શું કર્યું, તો કહેવા લાગી જેનો બકરો હતો તેણે લઈ લીધો. એ પછી આ વાતની જાણ આંગણવાડીમાં કામ કરતી મારી માતા લાડકુંવરને કરવામાં આવી, જે બપોરે તેને ચંદેર હોસ્પિટલમાં લઈ ગઈ.