માતાનાં નિધનનાં ચોથ પહેલાં અક્ષય પરિવાર સાથે લંડન ગયો
મુંબઈ, અક્ષય કુમારએ ૮ સ્પટેમ્બરનાં તેની માતા અરુણા ભાટિયાને હમેશાં હમેશાં માટે ગુમાવી દીધી છે. ઘણાં સમયથી અક્ષય કુમારની માતા બીમાર હતી. ૮ સ્પટેમ્બરનાં સવાર સવારમાં તેની માતાનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તેણે મુખાગ્નિ આપી હતી. તે બાદતી સતત તેનાં ઘરે બોલિવૂડ હસ્તીઓની અવર જવર ચાલુ છે.
૯ સ્પટેમ્બરનાં અક્ષય કુમારનો જન્મ દિવસ હતો તે દિવસે માતાની તસવીર શેર કરી તેણે લખ્યું હતું કે, ‘તે ઉપરથી મારા માટે હેપી બર્થ ડે ગાતી હશે. ૬ સ્પટેમ્બરનાં નાજૂક હાલત થતા અક્ષય કુમારની માતાને મુંબઇની હીરાનંદાની હોસ્પિટલનાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી જે બાદ અક્ષય કુમાર લંડનમાં તેની ફિલ્મની શૂટિંગ છોડી મુંબઇ પરત આવ્યો હતો.
આપને જણાવી દઇએ કે, અક્ષય કુમાર યૂકેમાં તેની ફિલ્મ સિન્ડ્રેલાનું શૂટિંગ કરી રહ્યો હતો. અક્ષય તેની માતાની ઘણી નિકટ હતો અને તેમની તબિયત ખરાબ થતા તેમનાંથી દૂર નહોતો રહી શકતો તેતી તે અચાનક જ ભારત આવી ગયો હતો અને માતાની સાથે રહેવાનો તેને ર્નિણય કર્યો હતો. હવે તે દીકરાને છોડીને આ દુનીયને અલવિદા કહીને જતી રહી છે.
એક્ટરે અંતિમ સંસ્કારની તમામ વિધિ પૂર્ણ ખરી અને હવે તે માતાનાં નિધનનાં બે દિવસ બાદ કામ પર પરત ફરવા લંડન રવાના થયો છે. શુક્રવારે સવારે અક્ષય કુમાર પરિવાર સાથે મુંબઇ એરપોર્ટ પર નજર આવ્યો હતો. આ સમયે તેની પત્ની ટિ્વંકલ ખન્ના અને દીકરી નિતારા સાથે તે પ્રાઇવેટ પ્લેનથી લંડન ગયો છે. માનાં નિધનનાં ચાર દિવસ પહેલાં એક્ટર વિદેશ જતાં સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેનાં પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે. એક લખે છે, ‘આ શું બવાલ છે ભાઇ.. માને ગયે અઠવાડિયું પણ નથી થયું.’ તો બીજાે લખે છે, આ લોક તેરમું નથી કરતાં કે શું.. .અમે તો ૪૦ દિવસ સુધી નથી જતા.. તો અન્ય એક લખે છે, હવે જન્મ દિવસ લંડનમાં ઉજવશે. તો એક લખે છે, ના તો ચોથુ ના તો તેરમું.. તો અન્ય એક યૂઝરે લખ્યું છે, આ સેલિબ્રિટીઝમાં ભાવનાઓ નથી હોતી શું? બે દિવસ પહેલાં મા મરી છે અને તે ફરવાં નીકળી પડ્યો.
એક યૂઝરે લખ્યું કે, આ લોકો મની માઇન્ડેડ હોય છે. બધા સંસ્કાર પતાવી શૂટિંગ પર જતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરોમાં સૌ કોઇ અક્ષયને કહે છે કે, ચોથુ પતવાની તો રાહ જાેઇ લેતો. માનાં ચોથા પહેલાં જ અક્ષય કુમારનું શૂટિંગ માટે વિદેશ જવું સોશિયલ મીડિયા યૂઝર્સને પસંદ નથી આવ્યું. સોશિયલ મીડિયા પર લોકો સતત તેનાં વિશે કમેન્ટ કરી રહ્યાં છે.SSS