માતાના અનૈતિક સંબંધો જોઇ જતા પુત્ર ઘાતકી હત્યા
મહેસાણા: મહેસાણના જોટાણા તાલુકાનાં મેમદપુર ગામની ચોંકાવનારી અને ક્રુર ઘટના સામે આવી છે. જેમાં માતાએ જ પ્રેમી સાથે મળીને પોતાનાં પાંચ વર્ષનાં દશરથ ઠાકોર નામના પુત્રની હત્યા કરાવી નાંખી. નાનકડો પુત્ર માતાનાં પ્રેમી સાથેના અનૈતિક સંબંધો જોઇ જતા તેની ઘાતરી હત્યા કરાવી નાંખી અને અપહરણનું નાટક કર્યું હતું. જેથી હાલ સ્થાનિક પોલીસે માતા અને પ્રેમીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, જોટાણા તાલુકાના મેમદપુરમાં માતાએ સાંજે ૬ વાગ્યાની આસપાસ પોતાનો નાનકડો પાંચ વર્ષનો બાળક ખોવાયાનું નાટક કર્યું હતું. જે બાદ આખું ગામ આ બાળકની શોધખોળ કરી રહ્યું હતું. તે દરમિયાન એક વ્યક્તિ સમાચાર લાવ્યો હતો કે, કોઇ એક ગાડીમાં કેટલાક લોકો બાળકનું અપહરણ કરી ગયા છે.
બીજીબાજુ સાંથલ પોલીસ પણ બાળકની તપાસમાં લાગી હતી. જેમાં રાતે ૧૦ કલાકે, ગામથી થોડે દૂર ઝાડીઓમાંથી તેની લાશ મળી આવી હતી. જે બાદ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સાંથલ પોલીસને બાળકની માતા પર શંકા ગઇ હતી. મહિલાની વધુ પૂછપરછ કરતા મહિલાએ જ આખી હકિકત જણાવી દીધી હતી. માતાએ સ્વીકાર્યું હતું કે, પોતાના નાનકડા બાળકની હત્યા તેના જ પ્રેમીએ કરી છે. બાળક મહિલા અને પ્રેમીના અનૈતિક સંબંધો જોઇ ગયો હતો. બંન્નેવને ડર હતો કે આ બધુ બધાને કહી દેશે જેથી પોતાના જ પુત્રની હત્યાનો પ્લાન બનાવીને પ્રેમી પાસે હત્યા કરાવી દીધી હતી.
જે બાદ પોલીસે માતા અને પ્રેમીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એપ્રિલ મહિનામાં પણ પિતાએ પુત્રની હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. બનાવની માહિતી પ્રમાણે, જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતા રામભાઈ નાનજીભાઈ ડાભીએ તેમના મોટા પુત્રની હત્યા કરીને લાશને સગેવગે કરી નાખી છે. જેથી પોલીસે રામભાઈની અટક કરીને કડક પૂછપરછ કરતા સનસનીખેજ કબૂલાત આપતા જણાવેલુ કે, તેઓને સંતાનમાં બે પુત્રો મોટો લાલુ ઉર્ફે મેહુલ અને નાનો સુરેશ ઉર્ફે મહેશ છે. જેમાં મેહુલને કઈ કામ ધંધો કરતો નહિ અને દારૂ પીવાની આદત પડી ગઈ હતી. દારૂ માટે માતા, પિતા અને ભાઈ સાથે પણ મારકુટ કરીને પૈસા લઈ જતો હતો. તેમાં લોકડાઉન થતા કામ ધંધા બંધ થઈ ગયા, પરંતુ મેહુલ દારૂનો પ્યાસી થઈ ગયો હોવાથી તેને ક્યાંય ચેન પડતો નહિ. જેને કારણે ઘરમાં પડેલ તમામ પૈસા માતા, પિતા અને ભાઈને મારમારીને લઈ જઈ દારૂ પી ગયો હતો.