માતાના અવસાન બાદ દીકરીઓએ કાંધ આપી એટલું નહિ પણ દીકરીઓએ માતાના અંતિમ સંસ્કાર કર્યા

સુરત, હિન્દૂ સમાજની સંસ્કૃતિ પ્રમાણે જ્યારે પણ કોઈનું અવસાન થાય તો હંમેશા પુરુષો સ્મશાને જઈને અગ્નિદાન કરતા હોય છે. તેમજ અવસાને જતી વખતે કાંધ પણ દીકરાઓ આપતા હોય છે .
પરંતુ સુરતની આ વાત સાંભળીને તમે પણ ચોંકી જશો. જેમા માતાના અવસાન થતાં દીકરીઓએ કાંધ આપીને માતાને વિદાય આપી હતી. માતાને કાંધ આપીને સુરતની દીકરીઓએ નવી રાહ ચીંધી છે.
જેમાં અમરોલી વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરે ૮૫ વર્ષીય માતાના અવસાન બાદ દિકરીઓએ કાંધ આપીને અશ્વનીકુમાર સ્મશાન પહોંચ્યા હતા એટલું નહિ પણ દીકરીઓએ માતાના અંતિમસંસ્કાર કર્યા હતા. મહત્વની વાત એ છે કે, મૂળ અમદાવાદના અને હાલ સુરતમાં રહેતા સ્વ રળયાતી બેન મોહન ભાઈ પુમ્ભડીયાને ચાર દીકરીઓ છે.
અગાઉ મોટી દીકરીનું અવસાન થયું હતું. ત્યારે ત્રણેય દીકરીઓના ઘરે માતા અવાર નવાર વખત રહેવા માટે આવતા હતા. સુરતના મોટા વરાછા ખાતે રહેતી દીકરી નીતાબેન રમેશભાઈ વોરાના ઘરે માતાનું ૮૩ વર્ષીય ઉંમરે દુઃખદ અવસાન થયું હતું. ત્યારે દિકરીઓએ સમાજમાં નવી રાહ ચીંધીને માતાને કાંધ આપી હતી. દિકરીઓએ માતાને કાંધ આપીને વિદાય આપીને સમાજમાં નવી રાહ ચીંધી હતી.
કાંધ આપનાર દીકરીઓનું કહેવું છે કે, મા તે મા બીજા વગડાના વા. પણ આજે આમરી ઘરે ભાઈ ન હોવાથી માતાના અવસાન થતાં અમે પુત્ર બનીને માતાને વિદાય આપી છે.
રિવાજ પ્રમાણે માતાનું મૃત્યુ બાદ દીકરાઓ તેમની અંતિમ ક્રિયા કરતા હોય છે, ત્યારે જ દીકરી અંતિમ ક્રિયા કરીને સમાજને નવી રાહ જાેતી છે અને છેલ્લા લાંબા સમયથી દીકરીઓ સ્મશાને જઈને પોતાના માતા-પિતાને અંતિમ સંસ્કાર કરતા હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળતા હોય છે.
ત્યારે આ વધુ એક ઘટના સામે આવતા ફરી એકવાર સમાજમાં મહિલા લક્ષી અથવા તો મહિલાઓ સમાજના ખભેથી ખભો મિલાવીને ચાલતા હોય તેવું સાબિત થઇ રહ્યું છે.HS