Western Times News

Gujarati News

માતાના નિધનના ચોથા દિવસે ફરી ફરજ પર હાજર થયા કોરોના વોરીયર દેવીકાબેન દિવાકર

કોરોના વોરીયર્સ રાઉન્ડ ધ ક્લોક ખડે પગે રહીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા કરી રહ્યા છે.દર્દીનારાયણની સેવા કરતા પોતે પણ સંક્રમિત થયા પરંતુ જુસ્સો તેમને હરાવી શક્યો નહી.

ઘણા કોરોના  વોરીયર્સને ડ્યુટી દરમિયાન શારિરીક તેમજ પારિવારીક પડકારોનો  પણ સામનો કરવો પડ્યો..પરંતુ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રુષા માટેની તેમની કર્તવ્યનિષ્ઠા એ તેમનો જુસ્સો અડિખમ રાખ્યો..

આવી જ એક વાત કરવી છે સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સ દેવીકાબેન દિવાકરની.37 વર્ષીય દેવીકાબેન કોરોનાની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં રોટેશન પ્રમાણે 70 દિવસથી પણ વધારે સમય કોરોના ડ્યુટી કરી ચૂક્યા છે. આ કોરોના ડ્યુટી દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યેની તેમની તકેદારી એ તેમને કોરોના સંક્રમણથી બચાવ્યા છે.

દિવાળીના તહેવારના સમયગાળા દરમિયાન દેવીકાબેનના માતા કોરોનાથી સંક્રમિત થયા હતા. જેથી તેઓને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટની કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. માતાજીને અગાઉથી હાયપરટેન્સનની પણ બિમારી હોવાથી તેઓને સારવાર અર્થે આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા.  જ્યા 3 દિવસની સારવાર બાદ તેઓનું મૃત્યુ નિપજ્યુ.

માતાનું મૃત્યુ જોતો કોઇપણ દિકરો કે દિકરી પડી ભાંગે…. પરંતુ દેવીકાબેને માતૃધર્મ અને સ્ટાફ નર્સ તરીકેનો દર્દીનારાયણની સેવા ધર્મ બંને નિભાવ્યા.. માતૃશ્રીના અવસાન બાદ ત્રીજા જ દિવસે તેઓ ફરી વખત એ જ જોમ અને જુસ્સા સાથે કોરોનાગસ્ત દર્દીઓની સારવાર માટે ડ્યુટી જોઇન કરી…. ખરા અર્થમાં કોરોના વોરીયર એવા દેવીકાબેનના જુસ્સાને સલામ છે.

દેવીકાબેન પોતાની 70 દિવસની કોરોના ડ્યુટીના અનુભવ વિશે કહે છે કે “એક મહિલા માટે પી.પી.ઇ. કીટ પહેરીને કોરોનામાં 8 થી 12 કલાક ની ડ્યુટી નિભાવવી ઘણી પડકારજનક છે.  મહિલાઓને માસીક (પીરીયડ્સ) હોય ત્યારે ખાસ કરીને આ ડ્યુટી ઘણી પડકારજનક બની રહે છે.

પીરીયડ્સના પ્રથમ ત્રણ દિવસ મહિલાઓ માટે કપરા હોય છે. આ દરમિયાન પી.પી.ઇ. કીટ પહેરીને દર્દીઓની સેવા-શુશ્રુષા કરવી અધરી બની રહે છે. આ સમયગાળા દરમિયા સતત થતા રક્ત સ્ત્રાવના કારણે શારિરીક નબળાઇ અનુભવાય છે . પેટના ભાગમાં દુખાવો પણ થાય છે.

પીરીયડ્સ દરમિયાન મહિલાઓને ઉઠવા-બેસવામાં તકલીફ પડે, હોર્મોન્સમાં થતા બદલાવના કારણે તેઓના મુડ સ્વીંગ થાય , અન ઇઝીનેશ(બેચેની)નો અનુભવ થાય આ તમામ પરિબળો વચ્ચે કોરોનામાં ડયુટી કરવી ઘણા પડકાર ભરેલી હોય છે. તે છતા પણ દેશ પર એકાએક આવી પડેલી મહામારીમાં આ તમામ વસ્તુઓને અવગણીને  સ્વને ભૂલીને સમષ્ટિ માટે જનકલ્યાણના કાર્યો અને દર્દીના જીવને પ્રાથમિકતા આપી. સલામ છે આવા અનેક મહિલા કોરોના વોરીયર્સને .. અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.