માતાના નિધનની ખબર પડ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે ૧૫ દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડ્યા
મૈનપુરી: કોરોના સામેની આ લડતમાં ફ્રન્ટ લાઇન વર્કર્સ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, આમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરો શામેલ છે ,જે દરરોજ સેંકડો ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઇ જઈ રહ્યા છે. માનવસેવામાં આ લોકો કેટલા સમર્પિત છે તેનો અંદાજ તમે મૈનપુરીના પ્રભાત યાદવના કર્મઠતાથી લગાવી શકો છો, જેણે તેની માતાના મૃત્યુના સમાચાર મળ્યા પછી પણ ઘણા કોવિડ દર્દીઓ હોસ્પિટલમાં લઈ ગયો અને પછી તેની માતાના અંતિમ સંસ્કાર કરવા તેના ગામ ગયો.
એક ખાનગી મધ્યના જણાવ્યા અનુસાર, ૩૩ વર્ષીય પ્રભાત યાદવ છેલ્લા ૯ વર્ષથી મથુરામાં એમ્બ્યુલન્સ ચલાવી રહ્યો છે. ૧૫ મેના રોજ તેને સમાચાર મળ્યા કે તેની માતાનું નિધન થયું છે, આ સમયે પ્રભાત દર્દી સાથે હોસ્પિટલમાં જઈ રહ્યો હતો. માતાના નિધન થયા પછી પણ પ્રભાત કોવિડ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જતો રહ્યો. તે દિવસે તેણે ૧૫ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડ્યા અને પછી ત્યાંથી ૨૦૦ કિમી દૂર તેના ગામમાં તેની માતાના અંતિમ સંસ્કાર માટે રવાના થયો.
એટલું જ નહીં, માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી, પ્રભાત તરત જ તેની ફરજમાં પણ પાછો ફર્યો. પ્રભાતે એક ખાનગી માધ્યમ સાથેની વાતચીતમાં કહ્યું, “અમે દરરોજ ખૂબ જ ગંભીર દર્દીઓને હોસ્પિટલમાં લઇ જઈ રહ્યા છીએ. તેમના પરિવારોને અમારી સહાયની જરૂર છે. હું ઘરે બેસી શકતો નથી અને મારી માતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરું છું. જાે હું મારી માતાની જિંદગી બચાવે શક્યો હોત તો આજે અમરી માતા મારા પર જરૂર ખુશ થતી.”
અહેવાલ અનુસાર ગયા વર્ષે પ્રભાત યાદવના પિતાનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તે પછી પણ, પ્રભાતે દર્દીઓની સેવા કરવામાં માત્ર એક દિવસનો વિરામ લીધો હતો અને પિતાની અંતિમવિધિ પછી તેની ફરજ પર પાછા ફર્યો હતો. મથુરામાં ૧૦૨ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસના પ્રોગ્રામ મેનેજર અજયસિંહે કહ્યું કે, “મેં પ્રભાતને કહ્યું કે તેની માતાના અંતિમ સંસ્કાર પછી થોડા દિવસ ઘરે રહેવા અને થોડો સમય રજા લે પરંતુ તે શક્ય તેટલું જલ્દી પાછા ફરવા આગ્રહ કર્યો. તેમણે કહ્યું. તે લોકોને મદદ કરવા માંગતો હતો. તે સમર્પિત કાર્યકર છે, હંમેશા સહાયક છે. “