માતાના પ્રેમીએ ૧૩ વર્ષની પુત્રીને ગર્ભવતી બનાવી દીધી
અમદાવાદ: માતાની રંગરેલીયાનો ભોગ ૧૩ વર્ષની સગીરા બની છે. માતા સાથે ગેરકાયદે પ્રેમ સંબંધ ધરાવતા પ્રેમીએ તેની દીકરી પર પણ દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેતા સગીરાએ ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આ અત્યંત ચોકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે તબીબી અભિપ્રાય મંગાવ્યો હતો. જેમાં ડોક્ટર્સનું કહેવું છેકે પીડિતાને વાલ્વની બીમારી હોવાનું સામે આવ્યું છે. જાે ગર્ભપાત કરવામાં આવે તો તેના જીવને ભારે જાેખમ રહે છે. તેથી આવા સંજાેગોમાં ગર્ભપાત જાેખમી હોવાથી હાઈકોર્ટે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.
હાઈકોર્ટે આ કેસમાં આદેશ આપતા નોંધ્યું કે, ‘તબીબોની પેનલના અભિપ્રાય અને સરકારી વકીલની રજૂઆતને ધ્યાનમાં લેતા પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. અલબત્ત, ગોધરાની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પીડિતાને તમામ શક્ય તબીબી સારવાર ઉપલબ્ધ કરાવે. તેના જરુરી તમામ મેડિકલ ટેસ્ટ કરાવડાવે. જાે જરુર જણાય તો મનોચિકિત્સક સાથે કાઉન્સેલિંગ પણ કરાવે અને પોષણક્ષમ ભોજન સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવે.
પ્રસૂતિના સમયે પીડિતાને હોસ્પિટલમાં લાવવાની રહેશે અને પ્રસૂતિ સહિતની તમામ સારવાર પૂરી પાડવાની રહેશે. જાે પીડિતા અને તેનું કુટુંબ બાળકને રાખવામાં અસમર્થતા દર્શાવે તો ઓથોરિટીએ બાળકને દત્તક આપવા માટેની વ્યવસ્થા કરવાની રહેશે. પીડિતાનું સમયાંતરે ચેકઅપ કરવાનું રહેશે. આ માટેનો તમામ ખર્ચ સરકારી સંસ્થાએ ઉઠાવવાનો રહેશે. સ્વાસ્થ કલ્યાણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી પીડતા માટે રુ. ૧ લાખની રકમ પૂરી પાડે. જેથી તે યોગ્ય ભોજન અને તબીબી સહાય મેળવી શકે. આ કેસમાં પીડિતાના સગામાં થતી એક બહેને હાઈકોર્ટમાં અરજી કરીને ગર્ભપાતની મંજૂરી માગી હતી.
તેમના તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે પીડિતા માત્ર ૧૩ વર્ષની છે. અને તેના પર તેમના જ ઘરમાં રહેતા માતાના ગેરકાયદે પ્રેમીએ દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની છે. અરજદારને શંકા જતા તે તેને ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તે ગર્ભવતી હોવાની ખરાઈ થઈ હતી. પીડિતાને પૂછવામાં આવતા તેણે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેની માતાનો પ્રેમી તેની સાથે મંજૂરી વગર બળજબરીથી સંબંધ બાંધતો હતો.
આ પ્રકારની રીટ થતા હાઈકોર્ટે નોટિસ ઇસ્યૂ કરીને પીડિતાનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટમ ાંગ્યો હતો. જેમાં તબીબોએ જણાવ્યું હતું કે પીડતાની ઉંમર ૧૩ વર્ષની છે અને તેને ૧૩ સપ્તાહનો ગર્ભ છે. તેનું ટુ-ડી ઈકો કરતા તેને વાલ્વ સંબંધી રોગ હોવાનું સામે આવ્યું છે જે સંજાેગોમાં ગર્ભપાતની પ્રક્રિયામાં ભારે જાેખમ છે. આ મેડિકલ રિપોર્ટના આધારે હાઈકોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો હતો.