માતાની નસબંધી છતાં મારો જન્મ કેમ? સગીરાની ફરિયાદ
અમદાવાદ, સિવિલ હોસ્પિટલ સામેના કેસમાં પોતાની માતા સાથે જોડાતા ૧૬ વર્ષની કિશોરીએ દલીલ આપી હતી કે હોસ્પિટલ દ્વારા તેની માતાનું કુટુંબ નિયોજન ઓપરેશન કરવામાં આવ્યું હતું તેમ છતા પોતે વણજોઇતા ગર્ભ તરીકે રહી ગઈ હતી અને જે બાદ માતાએ તેને જન્મ આપ્યો હતો. આ કિસ્સામાં માતાનું કુટુંબ નિયોજન ઓપરેશન કરનાર સિવિલ સામે ૧૬ વર્ષની કિશોરીએ ૬.૮૮ લાખ રુપિયાના વળતર માટે દાવો માંડ્યો છે.
માતા અને કિશોરીએ આ દાવો વણજોઈતા બાળકના જન્મ અને તેના ઉછેરને લઈને ક્રયો છે. જોકે કોર્ટે આ કિસ્સામાં જન્મ માટે કોઈ વળતર આપવાનું નથી કહ્યું પરંતુ રાજ્ય સરકારને માતા અને પુત્રી બંનેને રુ. ૨૫૦૦૦ ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે આ વળત જ્યોતિના જન્મ માટે નથી પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે જ્યોતિના માતા કોકિલાબેનની નસબંધીનું ઓપરેશન તેમની મરજી વિરુદ્ધ ફક્ત તેમના પતિને પૂછીને કરી નાખ્યું હતું તે બાબતે છે.