માતા અને નાના માટે મક્કા-મદીના પહોંચ્યો અલી ફઝલ
મુંબઈ, પરિવારના સભ્યોની ખોટ માણસને હંમેશા સાલે છે. બોલિવૂડ એક્ટર અલી ફઝલે પણ થોડા સમય પહેલા જ પોતાના માતા અને નાના બન્નેને ગુમાવ્યા છે. અને ઉપરથી જ્યારે તેણે પવિત્ર યાત્રા સ્થળ મક્કા અને મદીનાની મુલાકાત લીધી તો તે ભાવુક થઈ ગયો હતો. અલી ફઝલ એક ફિલ્મના શૂટ પછી મક્કા અને મદીના શહેર પહોંચ્યો હતો. તેણે પવિત્ર કાબાની પણ મુલાકાત લીધી હતી અને સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યો છે.
આ સાથે જ તેણે એક લાંબી પોસ્ટ પણ લખી છે. અલી ફઝલ હોલિવૂડ ફિલ્મ દ્ભટ્ઠહઙ્ઘટ્ઠરટ્ઠનિા શૂટિંગ પછી સોલો ટ્રિપ પર નીકળ્યો હતો. તેણે પહેલા મક્કા અને પછી મદીનાની મુલાકાત લીધી હતી. તે પોતાના માતા અને નાના માટે અહીં ગયો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં અલી ફઝલના માતા અને ૨૦૨૧માં નાનાનું નિધન થઈ ગયુ હતું. પોતાના નજીકના બે સભ્યોના નિધનથી અલી ફઝલ ભાંગી પડ્યો હતો.
મક્કા-મદીના આવીને તેણે તમામ લોકો માટે પ્રાર્થના કરી હતી. અલી ફઝલે વીડિયોની સાથે સાથે કેપ્શનમાં લખ્યું છે કે- પહેલા મદીના ગયો અને પછી મક્કા. અદ્દભૂત રીતે શૂટની સમાપ્તિ થઈ.
હું ખરેખર અનેક રીતે સૌભાગ્યશાળી છું. મને આવો વિચાર કરવો ગમે છે. અહીં હું અમ્મા અને નાના માટે આવ્યો છું. તેમની ખોટ મને હંમેશા સાલશે. તેમના મૃત્યુના દુખથી હું બહાર નથી આવી શક્યો, કદાચ તે જવાબ નથી. મેં અહીં આવીને મારી આસપાસના તમામ લોકો માટે પ્રાર્થના કરી. પરિવાર, મિત્રો અને એ તમામ લોકો જેમને પ્રેમની જરુર છે. અને એવા ઘણાં લોકો છે.
અહીં મેળવવા અને આપવા માટે ઘણો બધો પ્રેમ છે. નાસ્તિક લોકો માટે, તમે વિચારો કે આ એક મેડિટેશન છે, જેના પરિણામ સારા છે. અલી ફઝલની આ પોસ્ટ પર ફેન્સ જ નહીં, તેના મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા છે. અલી ફઝલની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી ઋચાએ લખ્યું છે- અત્યંત સુંદર.
હું ખુશ છું કે તને ત્યાં જવાની તક મળી. તુ નસીબદાર છે અલી. તુ ઈશ્વરનું સંતાન છે. પ્રાર્થનાઓ માટે આભાર. અર્ચના પૂરણ સિંહે પણ અલીની પોસ્ટ પર કમેન્ટ કરી છે.SSS