Western Times News

Gujarati News

માતા અમૃતાનંદમાયી મઠની આયુધની રિજનલ બેઠક અમદાવાદ યોજાશે

આયુધનો ઉદ્દેશ વ્યક્તિગત અને આધ્યાત્મિક પાસાંની વૃદ્ધિ થકી યુવા પેઢીને સક્ષમ બનાવવાનો છે

અમદાવાદ, 18 ઓક્ટોબર, 2019: માતા અમૃતાનંદમાયી મઠની યુવા પાંખ આયુધ (અવેકન યુથ યુનાઇટ ફોર ધર્મા)એ 20 ઓક્ટોબર, 2019નાં રોજ અમદાવાદમાં એક દિવસની યુવા બેઠકનું આયોજન કર્યું છે. શહેરની પ્રસિદ્ધ સંસ્થાઓમાંથી પસંદગી પામેલા યુવાનો મોટી સંખ્યામાં આ બેઠકમાં ભાગ લેશે, જે ઇન્ડુસ યુનિવર્સિટી, રાંચરડા, (Indus University, Thaltej, Ahmedabad) વાયાઃ થલતેજ, બપોરે 2થી સાંજનાં 6 સુધી યોજાઈ રહી છે. રજિસ્ટ્રેશન 15થી 30 વર્ષની વયજૂથનાં યુવાનો માટે ચાલુ છે અને એમાં ભાગ લેવા કોઈ ફી ચુકવવા નહીં પડે. રજિસ્ટ્રેશન www.ayudh.in દ્વારા થઈ શકશે.

 આ બેઠકનો ઉદ્દેશ યુવાનોને એવું વાતાવરણ પ્રદાન કરવાનો છે, જે યુવાનોને વ્યક્તિગત અને આધ્યાત્મિક સ્તરે વિકાસ કરવામાં મદદ કરે તેમજ તેઓ ભારતીય સંસ્કૃતિ, મૂલ્યો અને વારસા પર વધારે જાગૃત થાય. આ બેઠકનાં આકર્ષણોમાં વાતચીત, ધ્યાન, ક્વિઝ અને વર્કશોપ, ગ્રૂપ ડિસ્કશન, સિંગિગ, વીડિયો-શૂટ અને ગેમ્સ (Quiz, workshop, group discussion, singing, video shoot, games) સામેલ છે. આ બેઠકમાં સામેલ થનાર યુવાનોને ધ્યાન, લીડરશિપ અને સ્વવિકાસ કરવા નોંધપાત્ર માર્ગદર્શન મળશે, સામુદાયિક સેવાની પ્રવૃત્તિઓની જાણકારી મળશે અને અમૃતાની માનવતાલક્ષી ટેકનોલોજી પહેલોનો પરિચય થશે, જે સંયુક્ત રાષ્ટ્રનાં સતત વિકાસનાં લક્ષ્યાંકોને સુસંગત છે.

 આ બેઠક પછી વર્ષ 2020માં રિજનલ અને નેશનલ કેમ્પનું આયોજન થશે. આ એકદિવસીય બેઠકો આયુધની પ્રવૃત્તિઓમાં યુવાનોને રસ લેતા કરશે અને પછી રિજનલ બેઠક યોજાશે. છેલ્લે વર્ષ 2020નાં બીજા અર્ધવાર્ષિક ગાળામાં રાષ્ટ્રીય સ્તરની બેઠક યોજાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.