Western Times News

Gujarati News

માતા પિતાએ શ્વાન ખરીદવાની ના પાડતા યુવકે આત્મહત્યા કરી

વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ૧૬ વર્ષના છોકરાએ ફક્ત ફાંસીને મોતને ઘાટ ઉતારી દીધી હતી કારણ કે પરિવારે તેની પસંદનો શ્વાન લેવાની ના પાડી હતી. ઘટના બાદ પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. પોલીસે છોકરાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિશાખાપટ્ટનમના વેંકટેશ્વર મેટ્ટા વિસ્તારમાં રહેતા ૧૬ વર્ષીય સનમુખ વંશીને ઓનલાઇન સાઇટ પર એક શ્વાન ગમ્યો હતો, જેની કિંમત લગભગ ૩૦ હજાર રૂપિયા છે.

તેને આ કૂતરો ખૂબ ગમ્યો હતો.સનમુખે તેના પિતાને કૂતરો અપાવવા કહ્યું હતું, જાેકે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. આ પછી, સનમુખે તેની માતા પાસેથી કૂતરો લેવાની માંગ કરી હતી. માતાએ આર્થિક સ્થિતિનું કારણ આપીને કૂતરો ખરીદવાનો ઇનકાર કરી દીધો હતો. જાે કે, બાદમાં માતાએ કહ્યું હતું કે તેને થોડો સમય પછી શ્વાન મળી જશે.
એવું કહેવામાં આવે છે કે પિતા અને માતાએ શ્વાન લેવાની ના પાડી ત્યારે સનમુખ ખૂબ ગુસ્સે થયા. સોમવારે તેની માતા બજારે ગઈ હતી

ત્યારે તેણે ઘરમાં જ ફાંસો ખાઇ લીધો હતો.જ્યારે બજારમાંથી પરત આવેલી માતાએ જાેયું તો તેના પુત્રનો મૃતદેહ ફાંસી ઉપર લટકતો હતો, માતાએ ચીસો પાડી, તે બેહોશ થઈ ગઈ. પુત્રને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પાડોશીઓની માહિતી પર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. ઘટના બાદ પરિવારના સભ્યોની હાલત ખરાબ છે. આવા તુચ્છ મામલા માટે સનમુખે આપઘાત કરવાના ર્નિણયથી દરેક આશ્ચર્ય અને નારાજ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.