માતા-પુત્રી સાથે દુષ્કર્મ કરનાર તાંત્રિકને આજીવન કેદની સજા
સુરત, ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગુરુવારે સુરત કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી. ત્યારે સુરત કોર્ટે દુષ્કર્મ કેસમાં આજે વધુ એક આરોપીને દોષિત ઠેરવ્યો છે.
સુરતની કોર્ટે ૫ મહિનામાં અલગ અલગ ગુનામાં ૪ આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. જેમાં ગુરુવારે જ ગ્રીષ્માની હત્યા કરનારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ત્યારે આજે સુરતની કોર્ટે વધુ એક ચુકાદો આપ્યો છે.
સુરતમાં સુરતમાં વર્ષ ૨૦૧૭માં તાંત્રિક વિધિના કરવાના બહાને માતા અને પુત્રી પર તાંત્રિક અકમલ બાબા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં આરોપી અકમલ બાબાને દોષિત જાહેર કરાયો છે. આ કેસમાં આરોપીને સુરત કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તો માતા-પુત્રીને રૂ. ૪ લાખની સહાયનો પણ આદેશ કર્યો છે.
૫ વર્ષ પહેલા સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અને મહત્તમ પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. ૫ વર્ષથી સુરતની કોર્ટમાં ચાલતા આ કેસનો આજે ચુકાદો આવ્યો છે. આરોપી અકમલ બાબા તાંત્રિકને કોર્ટે દોષિત જાહેર કર્યો હતો.
હવે દુષ્કર્મીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.સુરતના બડે ખાં ચકલા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ખ્વાજા દાના દરગાહ ખાતે આરોપી અકમલ બાબા અખ્તર શેખ તાંત્રિક હોવાનું કહીને લોકોને શારીરિક-માનસિક તકલીફો દૂર કરવા તાંત્રિક વિધિ કરતો હતો.
ભોગ બનનાર મહિલાના પતિની માનસિક સ્થિતિ સારી ન હતી. તેને ખેંચ આવતી હોવાની તકલીફ હતી. સારવાર બાદ પણ તેને સારું ન થતાં મહિલાએ તાંત્રિક કમાલ બાબાનો ખ્વાજા દાનાની પ્રસિદ્ધ દરગાહ પર જઈ સંપર્ક કર્યો હતો.
ફરિયાદી મહિલાના પતિ માનસિક બીમાર હતા જેથી કોઈ કે તેમને અકમલ બાબા પાસે મોકલ્યા હતા. ત્યારે બાબાએ તકનો લાભ લઇ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાબાએ મહિલાને ધમકી આપી હતી કે, આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખી. એટલું જ નહિ ૧૪ વર્ષની માસૂમ બાળકી સાથે પણ બળાત્કાર ગુજારી ભોગ બનાવી હતી.SSS