માતા-બહેનની હત્યા બાદ મહિલાનો આપઘાતનો પ્રયાસ
સુરત, કતારગામમાં જીંદગીથી કંટાળી મહિલા તબીબે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી હત્યા કર્યા બાદ પોતે પણ ઉંઘની ગોળીઓથી સુસાઈડનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસ નિવેદનમાં આરોપી દર્શના કાંતિલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત પરંતુ તેઓએ એવું ન કર્યું.’
નોંધનીય છે કે, ચોકબજાર પોલીસે દર્શના વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને મંગળવારે તેની ધરપકડ કરી હતી. દર્શનાએ પોલીસને જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી. એક પિતા તરીકે પણ તેઓએ સામાજીક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી. મળતી માહિતી પ્રમાણે, દર્શના છેલ્લા બે દિવસથી સતત તાણમાં છે તે રડ્યા કરે છે. દર્શનાનું કહેવું છે કે, તેની માતા અને બહેન તેની વગર જીવી શકે એમ ન હોવાથી તેમની હત્યા કરી હતી હવે પોતે માતા અને બહેન વગર કેવી રીતે જીવી શકશે? માતા અને બહેન વગરનું જીવન વ્યર્થ છે.
ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જ્યુડિશિય કસ્ટડીમાં મોકવી આપવા હુકમ કર્યો હતો. મહિલા તબીબ દર્શનાએ પોતાના ડાઈંગ ડિક્લેરેશનમાં કહ્યું હતું કે, મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પણ મારા વગર માતા-બહેનનું શું થશે? એ ચિંતામાં હત્યા કરી હતી. ડો. દર્શનાએ સુસાઈડ નોટ પણ લખી હતી. દર્શનાએ ડાઈંગ ડિક્લેરેશનમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લખાવ્યું હતુ કે, હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જાેડાયેલી છું. અમે ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી.
પરંતુ મે વિચાર્યું કે, મારા વગર મારી માતા-બહેનનું શું થશે. તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત થોડી સારી ન હતી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે ૧૨ઃ૩૦ વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મે ઉંઘની ૨૭ ગોળી ખાઈ લીધી હતી.તેણીએ સુસાઈડ નોટમાં પણ એવું જ લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે? તેઓ મૂળ ભાવનગરના તળાજાના પસવી ગામના વતની છે.SSS