Western Times News

Gujarati News

માતા-ભાઈએ ઠપકો આપતા યુવકે બ્રિજથી છલાંગ લગાવી

સુરત: સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ બાબતે પોતાના ભાઈ સાથે બોલાચાલી થઈ હતી. જોકે આ બાબતે માતાએ અને ભાઈએ ઠપકો આપતા આ યુવાને તાપી નદી પર આવેલા કેબલ બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ મારી હતી. જોકે ત્યાંથી પસાર થતા લોકોએ બનાવ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ શરુ કરી હતી. આ મામલે યુવાનના પરિવારને સમાચાર મળતા પરિવાર પણ નદી કિનારે આવી રડતો જોવા મળ્યો હતો.

સુરતની તાપી નદી પર આવેલો કેબલ બ્રીજ ફરી એક વાર સુરતના લોકો માટે આપઘાત માટેનું સરળ માધ્યમ બની રહ્યુ હોય તેવું લાગી રહ્યુ છે. છેલ્લા બે મહિનામાં સુરતમાં અલગ-અલગ બ્રિજ પરથી ૫ કરતા વધુ લોકોએ આપઘાત અને બે લોકોને આપઘાત કરતા લોકોએ બચાવ્યાની ઘટના સામે આવી છે

ત્યારે આજે વધુ એક યુવાને તાપી નદીમાં મોતની છલાંગ મારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અડાજણ એલપી સૌની પાસે આવેલ આવાસમાં રહેતા અને લગન પ્રસંગમાં ડીજેનું કામ કરતો અજય હાલમાં બેકાર હતો અને જેને લઈને તે ઘરે બેસી રહેતો હોવાને લઈને આજે તેના ભાઈ સાથે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી,

જેને લઈને ભાઈ સાથે માતાએ પણ ઠપકો આપતા અજયને લાગી આવ્યું હતું અને સુરતના તાપી નદી પરના કેબલ બ્રિજ ખાતે પોંહચીને બ્રિજ ઉપરથી તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી. આ ઘટના જોનારા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપી હતી, જેથી અડાજણ ફાયરનો કાફલોઘટના સ્થળ પર આવી પહોંચ્યો અને યુવાનની શોધખોળ શરુ કરી હતી. જોકે છેલ્લા બે કલાકની મહેનત બાદ પણ અજય મળી આવ્યો ન હતો.

આ બનાવની જાણકારી મળતા અજયનો પરિવાર પણ તાપી નદી કિનારે દોડી આવ્યો હતો, અને પોતા જવાન જોત દીકરાએ ભરેલા પગલાંને લઇને પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો હતો. પરિવાર પોતાના દીકરાના વાવડ મળે તે માટે બનાવ વળી જગ્યા પર રડતા પણ જોવા મળ્યા હતા. જોકે આ ઘટના મામલે પોલીસ પણ બનાવ વળી જગ્યા પર પોંહચીને આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.