માતા સુઇ ગઇ અને દિકરાને જંગલી પ્રાણીઓ ખેંચી ગયા, સવારે માસુમનો મૃતદેહ મળ્યો
ભોપાલ, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મિલિટરી વિસ્તારને અડીને આવેલા ટેકરીમાંથી સાત વર્ષના બાળકનો વિકૃત મૃતદેહ મળી આવ્યો છે.
શરૂઆતમાં રખડતા કૂતરાઓનો હુમલો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ ટૂંકા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જંગલી પ્રાણીના હુમલાના પુરાવા મળ્યા છે, જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, સાત વર્ષીય રિતિક ધામોર તેની માતા અને નાના ભાઈ સાથે મિલિટરી એરિયા પાસેના ક્વાર્ટરમાં રહેતો હતો. રિતિકના પિતા ખંડવામાં મજૂર તરીકે કામ કરે છે. ગઈ કાલે રાત્રે હૃતિક રાબેતા મુજબ ઘરની બહાર સાઈકલ ચલાવતો હતો.
આ દરમિયાન તેની માતા સૂઈ ગઈ હતી. સવારે માતાની આંખ ખુલી તો પુત્ર ઘરે નહોતો. જ્યારે રિતિકની માતા તેને શોધવા માટે નીકળી ત્યારે તેની લાશ ઝાડીઓમાં જાેવા મળી જેને કૂતરાઓ ખાઇ રહ્યા હતા. હૃતિકની માતા પુત્રની વિકૃત લાશ જાેઈને બેહોશ થઈ ગઈ, આસપાસના લોકોએ કૂતરાને ભગાડી મૂક્યો અને પોલીસને ઘટનાની જાણ કરી.
માહિતી મળતાં જ પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ટીમને જાણવા મળ્યું કે બાળકના શરીર પર પ્રાણીના દાંતના નિશાન છે. શરૂઆતમાં રખડતા કૂતરાઓનો હુમલો હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પીએમ રિપોર્ટમાં જંગલી પ્રાણી દ્વારા હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે.
ઘટના બાદ વન વિભાગે બાળકના પરિવારને ૪ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે, જેમાં જંગલી જાનવર દ્વારા હુમલાની પુષ્ટિ થઈ છે.
વન વિભાગની ક્રેક ટીમ અકસ્માત સ્થળનો વિગતવાર સર્વે કરી રહી છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે તપાસ ચાલી રહી છે. આ અંગે ટીમ રિપોર્ટ પણ તૈયાર કરીને રજૂ કરશે.HS1MS