માતૃભાષા દિવસ નિમિત્તે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ
સોમવાર, 21મી ફેબ્રુઆરી, 2022ના રોજ, માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે GCCICSR ટાસ્ક ફોર્સ અને આઝાદી કા અમૃત મહોત્સવ ટાસ્ક ફોર્સના સયુંકત ઉપક્રમે GCCI પરિસરમાંરાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિતે શ્રી ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કક્ષનું લોકાર્પણ કર્યું.
આ કક્ષમાં શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત અનેક પુસ્તકોને મૂકવામાં આવ્યા હતા. લોકાર્પણ સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, પ્રમુખ ગુજરાત સાહિત્ય અકાદમી, અતિથિ વિશેષ શ્રી પિનાકીભાઈ મેઘાણી, મેનેજીંગ ટ્રસ્ટી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને જાણીતા લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
GCCIના પ્રમુખ શ્રી હેમંત શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. વિષય વસ્તુ ઉપર સંબોધન કરતા શ્રીમતી. જયશ્રી એ. મહેતા, ચેરપર્સન, CSR ટાસ્ક ફોર્સએ ઝવેરચંદ મેઘાણીનો ગુજરાતનાં ઇતિહાસમાં અને ભારતની સ્વતંત્રતાની ચળવળમાં જે ફાળો આપ્યો
તેનો ગર્વભેર ઉલ્લેખ કર્યો હતો અને વ્યવસાય જેટલો જરૂરી છે તેટલો જ સાહિત્ય પણ જરૂરી છે તેમ જણાવી ચેમબરના પ્રમુખનો આભાર માન્યો હતો.
મુખ્ય મહેમાન શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, પ્રમુખ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેમના વક્તવ્યમાં આઝાદીની ચળવળ દરમ્યાન શ્રી ઝવેરચંદ મેઘાણી દ્વારા જે કાવ્યોની રચનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ગાંધીજી સાથેના પ્રસંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
શ્રી અભેસિંહ રાઠોડ, પ્રખ્યાત ગાયકએ શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્યોને લોકગીતના રૂપે રજૂ કર્યા હતા. શ્રી પિનાકીભાઈ મેઘાણી, મેનેજીંગ ટ્રસ્ટી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થા, તેમના સંબોધનમાં ચેમ્બર એક વ્યવસાયિક સંસ્થા હોવા છતાં શ્રી ઝવેરચંદ મેઘાણી અને સાહિત્યને મહત્વ આપ્યું તે માટે ચેમબરના પ્રમુખનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે “વાંચિકમ” પર મુખ્ય સંબોધન કરવામાં આવ્યું હતું અને આઝાદી કા અમૃત મહોત્સવ ટાસ્ક ફોર્સના ચેરપર્સને મિસ. રત્ના જાનીએ આભારવિધિ રજૂ કરીને કાર્યક્રમનું સમાપન કર્યું.