Western Times News

Gujarati News

માત્ર ચાર દિવસમાં જ ધનવંતરી હોસ્પિટલ હાઉસફુલ થઈ ગઇ

File

સારવાર મેળવવા માટે સવારથી સતત દર્દીઓ અને તેમના સ્વજનો આવી રહ્યાં છે, હોસ્પિટલની બહાર લાંબી લાઈનો

અમદાવાદ, અમદાવાદની બગડતી કોરોનાની સ્થિતિને પગલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦૦ બેડની ધનવંતરી હોસ્પિટલ શરૂ કરાઈ હતી. આ હોસ્પિટલની શરૂઆત ૨૯ એપ્રિલના રોજ કરવામાં આવી હતી. ત્યારે ઓપનિંગના ત્રણ દિવસમાં જ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે.

આ કારણે હોસ્પિટલની બહાર બેડ ઉપલબ્ધ ન હોવાનુ બોર્ડ લગાવવામાં આવ્યું છે. ડીઆરડીઓના સહયોગથી બનાવમાં આવેલી અમદાવાદની ૯૦૦ બેડની ધનવંતરી હોસ્પિટલની બહાર બેડ ફૂલ હોવાનું બોર્ડ લગાવી દેવાયું છે. હાલ હોસ્પિલમાં ૫૬૦ બેડ કાર્યરત છે, જે તમામ હાલ દર્દીઓથી ભરેલા છે.

ધનવંતરી હોસ્પિટલમાં હાલ એક પણ બેડ ખાલી નથી. તો બીજી તરફ હોસ્પિટલના દરવાજા બહાર જ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાંબી લાઈનો જાેવા મળી છે. સારવાર મેળવવા માટે સવારથી સતત દર્દીઓ અને તેમના સ્વજનો આવી રહ્યાં છે. બેડ ન હોવાથી હોસ્પિટલની બહાર લાંબી લાઈ લાગી છે.

ઓપનિંગથી જ ધનવંતરી હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. શરૂઆતમાં ટોકન સિસ્ટમથી વિવાદ થયા બાદ સરકારને પોતાનો ર્નિણય બદલવાની ફરજ પડી હતી. ટોકન સિસ્ટમની જાહેરાત કરાયા બાદ હોસ્પિટલની બહાર અફરાતરફી મચી ગઈ હતી.

દર્દીઓની લાંબી લાઈનો વધી ગઈ હતી. સાથે જ દર્દીઓની હાલાકી પણ વધી ગઈ હતી. તો મોટી સંખ્યામાં લોકોએ ટોકન સિસ્ટમનો વિરોધ પણ કર્ય હતો. ટોકન આપ્યા પછી પોતાનો નંબર ક્યારે આવે, પછી ફોન આવે ત્યા સુધી રાહ જાેવાની, અને ત્યા સુધી દર્દીની હાલત વધુ ગંભીર બની શકે છે. તેથી વિવાદ વકર્યા બાદ અને દર્દીને ટોકન સિસ્ટમમાં એન્ટ્રી મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.