માત્ર દક્ષિણ એશિયામાં ૧૫ મિલિયન લોકોથી વધુ કોરોનાથી સંક્રમિત
નવીદિલ્હી: વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાને બાનમાં લીધું છે. ત્યારે વર્ષ ૨૦૨૧નિ શરૂઆતમાં એમ લાગતું હતું કે, કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે. અને કદાચ આ વર્ષે કોરોનાથી મુકતી મળી જશે. અન આશા માત્ર ઠગારી નીવડી. અને નવા વર્ષમાં કોરોના નવા રેકર્ડસ બનાવી રહ્યું છે. કોરોનાની બીજી લહેર ભારત સહિત આખા દક્ષિણ એશિયા ક્ષેત્રમાં પોતાનો કહેર મચાવી રહી છે.
એક અહેવાલ મુજબ, દક્ષિણ એશિયામાં કોરોના વાયરસના દર્દીઓનો આંક ૧૫ મિલિયનથી વધુ છે. ભારતમાં પણ સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ એક લાખથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે આખી દુનિયામાં વેક્સીન ડિપ્લોમેસી માં અગ્રેસર રહેલ ભારતને પણ રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ એશિયાના દેશો ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, માલદીવ અને શ્રીલંકામાં વિશ્વભરમાં ચેપના ૧૧ ટકા અને મૃત્યુનો ૬ ટકા હિસ્સો છે. આ ક્ષેત્રમાં વિશ્વની ૭.૫૯ અબજ લોકોની વસ્તીના ૨૩ ટકા લોકો છે.
કોરોના કેસોમાં ભારત ત્રીજા ક્રમે છે. તે જ સમયે, દક્ષિણ એશિયામાં લગભગ ૮૪ ટકાથી વધુ કોરોના કેસો અને મૃત્યુ ભારતમાં થયા છે. ભારત વિશ્વનો બીજાે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૧૪૫,૩૮૪ નવા કેસ નોંધાયા છે, જે વિશ્વમાં ચેપનો સૌથી ઝડપી દર છે.
સરકારનું કહેવું છે કે લોકો ભીડવાળી જગ્યાએ પણ માસ્કનો ઉપયોગ કરતા નથી, તેથી ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જયારે ઘણા રાજ્યોમાં કોરોના રસી, અને દવા ની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રાજ્યોએ રસીકરણ બંધ કરવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સમયસર રસી આપી રહી નથી.
ભારતનો પડોશી દેશ પાકિસ્તાન પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્રીજી તરંગમાં ૧૫,૦૦૦ થી વધુ લોકોનાં મોત નોંધાયા છે, જયારે ૭૦૦,૦૦૦ થી વધુ કેસ છે. છેલ્લા ૧૦ દિવસમાં કેસોમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે.ભારતના પૂર્વી પાડોશી બાંગ્લાદેશમાં દરરોજ ૭,૦૦૦ કેસ નોંધાય છે. દેશમાં કુલ સંક્રમીતોની સંખ્યા ૬૭૮,૯૩૭ કેસ છે. ભારતે બાંગ્લાદેશને એસ્ટ્રાઝેનેકા રસીના દસ લાખથી વધુ ડોઝ આપ્યા છે.