માત્ર ૨૫૦ રૂપિયા માટે વેપારીએ બેસબોલ અને બેટ વડે હત્યાને અંજામ આપ્યો
વલસાડ: રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે વધુંમાં ફરી એકવાર વલસાડ જિલ્લામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વલસાડના મોગરવાડી વિસ્તારમાં નજીવી બાબતે એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જેના કારણે આસપાસના સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો એક વેપારીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યો છે. મૃતક યુવકનું ઉધાર વધી ગયું અને વેપારી તેની પાસેથી ઉધાર રૂપિયા માગી રહ્યો હતો. જાેકે તેની પાસે રૂપિયા ન હતા જેથી યુવકે રૂપિયા આપવાની ના પાડી હતી. જાેકે રૂપિયા ન મળતા વેપારી આવેશમાં આવી ગયો અને તેનું ભાન ગુમાવી બેઠો હતો. શરૂઆતમાં બોલાચાલી થઈ હતી જે બોલાચાલી ઉગ્ર બની ગઈ. જેથી વેપારીએ મારામારી શરૂ કરી હતી. વેપારીએ આવેશમાં આવીને ગ્રાહકને બેઝબોલ અને બેટ વડે માર માર્યો હતો.
યુવકને બેસબોલ તેમજ બેટ વડે ઢોરમાર મારવાને કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં તેનું મોત નિપજ્યું છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે મૃતક યુવકના વેપારી પાસે માત્ર ૨૫૦ રૂપિયા બાકી હતી, અને માત્ર ૨૫૦ રૂપિયા માટે તે વેપારીએ બેટ અને બેસબોલ વડે માર મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ઝડપી પાડ્યો છે. પરંતુ માત્ર ૨૫૦ રૂપિયા માટે બનેલા આ હત્યાના બનાવને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જાેકે હત્યારા વેપારીને તેની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.