માત્ર ૩ દિવસમાં ‘ભારત પઢે ઓનલાઈન’ કેમ્પેઈન માટે 3700થી વધુ સૂચનો પ્રાપ્ત થયા
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંકે’ 10 એપ્રિલ 2020ના રોજ ભારતના ઓનલાઈન શિક્ષણના વ્યવસ્થાતંત્રને સુધારવા માટે વિચારોનું ક્રાઉડ સોર્સિંગ કરવા માટે ‘ભારત પઢે ઓનલાઈન’ નામના એક અઠવાડિયુ લાંબુ ચાલનારા કેમ્પેઈનનો પ્રારંભ કર્યો હતો.
વિચારોને ટ્વીટર પર #BharatPadheOnline નો ઉપયોગ કરીને અને @HRDMinistry તથા @DrRPNishank ને ટેગ કરી તેમજ [email protected] પર 16 એપ્રિલ 2020 સુધી મોકલી શકાશે
નવી દિલ્હી, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ દ્વારા 10 એપ્રિલ 2020ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાતંત્રને સુધારવા માટે વિચારોનું ક્રાઉડ સોર્સિંગ કરવા માટે એક અઠવાડિયું લાંબા ‘ભારત પઢે ઓનલાઈન’ કેમ્પેઈનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કેમ્પેઈન સોશિયલ મીડિયાના વપરાશકર્તા દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ટ્વીટર અને ઈમેઇલના માધ્યમથી માત્ર ૩ દિવસમાં ‘ભારત પઢે ઓનલાઈન’ માટે 3700થી વધુ સૂચનો પ્રાપ્ત થયા હતા. લોકો આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે અને ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા બદલ મંત્રાલયનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. આ કેમ્પેઈન સોશિયલ મીડિયા પર એટલા મોટા પ્રમાણમાં લોકપ્રિય બની ગયું છે કે તે આજે ટ્વીટર પર ટોચના દસ ટ્રેન્ડસમાં જોવા મળી રહ્યું હતું.
‘ભારત પઢે ઓનલાઈન’ એ ભારતના ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થાતંત્રને સુધારવા માટે વિચારો અને સૂચનો એકત્રિત કરવા માટે અઠવાડિયું ચાલનારૂ એક કેમ્પેઈન છે. આ કેમ્પેઈનનો ઉદ્દેશ્ય ભારતના તમામ શ્રેષ્ઠતમ બુદ્ધિજીવીઓને આમંત્રિત કરવાનો અને એક તરફ ઉપલબ્ધ ડિજિટલ શિક્ષણ પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો અને બીજી તરફ ઓનલાઈન શિક્ષણની મર્યાદાઓને ઓળંગવા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે પ્રત્યક્ષપણે વિચારો / સૂચનો વહેંચવાનો છે.
આ વિચારો [email protected] પર અને ટ્વીટર ઉપર #BharatPadheOnline નો ઉપયોગ કરીને 16 એપ્રિલ 202૦ સુધી વહેંચી શકાશે. ટ્વીટરનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિએ @HRDMinistry અને@DrRPNishank ને ટેગ કરવાના રહેશે જેથી વિચારો સીધા મંત્રાલય સુધી પહોંચી શકે.