માથાભારે રાહુલ ફાઇટરનો દારૂ ભરતો વિડિયો વાયરલ
સુરત, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત ઘટી રહી છે ખાસ કરીને જાહેરમાં જન્મદિવસ હોય કે જાહેરમાં દારૂ પીવાને લઈને સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ની સાથે જ પોલીસ દોડતી થાય છે. સુરતના અડાજણ વિસ્તારમાં કુખ્યાત અને નામચીન વ્યક્તિએ દારૂનો ગ્લાસ ભરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો
જાેકે પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને તેની પરિસ્થિતિ સતત કથળી રહી છે કારણ કે સતત સુરતના લોકો કાયદો અને તેની વ્યવસ્થાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે .જાહેરમાં જન્મદિવસની ઉજવણી હોય કે પછી કરોના ગાઇડલાઇન હોય સતત લોકો આ નિયમો તોડી ગયા છે
ત્યારે સુરતના વરાછા વિસ્તારના ફાઈટર ગ્રુપના રાહુલ ફાઇટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ફાઇટરે હાથમાં ગ્લાસ રાખી દારૂ ભર્યો છે અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો વાયરલ થયો છે તેને લઈને હવે મચી ગયો છે ખળભળાટ. જાેકે આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી.
રાજ્યમાં દારૂબંધી છે ત્યારે આ વીડિયો રાજ્ય બહારનો પણ હોઈ શકે છે પણ જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે તે સમયે દારૂ પીવાનો વીડિયો વાયરલ થયો છે તેને લઈને હાહાકાર મચી ગયો છે. રાહુલ ફાઇટર નામનો આ વ્યક્તિ જેનો વિડીયો વાયરલ થયો છે તે ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયેલો હતો.