માધવપુરામાં ચાના વેપારી સાથે ૭૦ લાખની છેતરપિંડી
અમદાવાદ, માધવપુરામાં એક ચા ના વેપારી સાથે તેનાં જ ભાગીદારે રૂપિયા ૭૦ લાખની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાઈ છે. રૂપિયા રોકીને ધંધો શીખવા આવેલાં શખ્સે વેપારીનાં જ એક ગ્રાહક સાથે મળીને છત્રીસ હજાર કિલો ચા મેળવી લઈ ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયા બાદ વેપારીની શંકાને આધારે બન્નેની હકીકત બહાર આવી હતી.
આ ઘટના અંગેની વિગત એવી છે કે વિનોદભાઈ બારોટ (૬૪) પરબડીની પોળ, શાહપુર ખાતે રહે છે અને વિનોદ ચેમ્બર્સ, દરિયાપુર દરવાજા બહાર, માધુપુરા ખાતે અંબિકા એક્સપોર્ટના નામે ચા નો વેપાર કરે છે. કેટલાક સમય અગાઉ પાલડી જલારામ મંદિર નજીક કેવલ ફ્લેટમાં રહેતો દર્શન કોઠારી નામનો વ્યક્તિ એક કરોડ રૂપિયા તેમનાં ધંધામાં રોકી ર૦ પૈસાની ભાગીદારીએ કામ શીખવાની ઓફર કરી ધંધામાં જાેડાયો હતો.
વિનોદભાઈ ચા ના સેમ્પલ લઈ વેરાયટી ટ્રેડિંગ કંપનીના માલિક રીષીત આર. પટેલ (સિધ્ધી વિનાયક ટાવર, મકરબા, સરખેજ) પાસે તેને મોકલતા હતા. બાદમાં દર્શન જ રીષીત સાથેનો ધંધાકીય વ્યવહાર સંભાળતો હતો. અને તેણે જવાબદારી લઈ રીષીતને ૩૮ લાખ પપ હજારનો માલ મોકલ્યો હતો. જેમાંથી ૪ લાખ રૂપિયાનું પેમેન્ટ આવ્યું હતું. દરમિયાન વિનોદભાઈને કોરોનાં થતાં તે હોમ ક્વોરન્ટાઈન થયા હતા ત સમયે દર્શન તેમનો ધંધો સંભાળતો હતો.
પરત ફરેલાં વિનોદભાઈ રૂપિયાની ઉઘરાણી કરતાં રીતેષે મહારાષ્ટ્રની એટલાન્ટીસ ફુડ નામની કંપનીને ચાલીસ હજાર કીલો ચાની જરૂર છે. જેથી પોતાની પાસે રહેલો તથા વિનોદભાઈ પાસેથી બીજાે વધુ માલ એટલાન્ટીસને વેચવાની ઓફર કરી હતી. જે મુજબ તેમણે ૭૦ લાખ રૂપિયાની ચા પત્તીનો જથ્થો મોકલી આપ્યો હતો. જે બેંકમાંથી બાઉન્સ થયો હતો. જેને પગલે વિનોદભાઈને શંકા જતાં તેમણે તપાસ કરતાં એટલાન્ટીસ કંપનીમાં પણ રીતેશે ભાગીદાર હોવાનું તથા ઉપરાંત રીતેશ અને દર્શને ભેગા મળી ચા પત્તીનો માલ મેળવી લીધો હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે ચોંકી ગયેલાં વિનોદભાઈએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂધ્ધ ૭૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. SSS