માધવીભાભીએ બર્થ ડે પર જરૂરિયામંદોની સેવા કરી
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા ૧૪ વર્ષથી ‘માધવીભાભી’નું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ સોનાલિકા જાેશીનો રવિવારે (૫ જૂન) જન્મદિવસ હતો.
૪૬મા બર્થ ડે પર તેણે સેલિબ્રેશન કરવાના બદલે તે દિવસ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવાના નામે કર્યો હતો. તેણે તેમને ભોજન કરાવીને તેમની આંતરડી ઠારી હતી. એક્ટ્રેસે ન માત્ર ભોજન બનાવવામાં મદદ કરી હતી પરંતુ પોતાના હાથેથી ગરીબોને પીરસ્યું પણ હતું.
એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના હાથેથી બનાવેલું સ્વાદિષ્ટ ભોજન જરૂરિયાતમંદોને પીરસવામાં મદદ કરતી જાેવા મળી.
સોનાલિકા જાેશીએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે ચેરિટેબલ ટ્રસ્ટના લોકો સાથે મળીને ભોજન બનાવતી જાેઈ શકાય છે અને બાદમાં તે જરૂરિયાતમંદોને પીરસી પણ રહી છે. એક્ટ્રેસે વ્હાઈટ કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો છે અને વાળને બાંધીને રાખ્યા છે.
આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે ‘શું સુંદર સવાર રહી. સેવા એ આપણા આંતરિક પ્રેમની અને ભગવાને તમને જે કંઈ આપ્યું છે તેના પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે. આભારી રહો, દયાળુ બનો, કૃતજ્ઞ રહો. તમામને પ્રેમ આપો’. સોનાલિકા જાેશીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ‘રોશનભાભી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ લખ્યું છે ‘લવ યુ. ખૂબ બધા આશીર્વાદ અને ફરીથી જન્મદિવસની શુભેચ્છા’.
આ સિવાય એક્ટ્રેસના ફેન્સે પણ તેને બર્થ ડે પર વિશ કર્યું હતું અને તેના પર પ્રેમ વરસાવ્યો હતો આ સિવાય તેના નેક કામના પણ વખાણ કર્યા હતા.
સોનાલિકા જાેશીએ બર્થ ડે પર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રિલ પણ શેર કરી હતી. જેમાં તે હાથમાં પ્લેટ લઈને વગાડી રહી છે અને બેકગ્રાઉન્ડમાં ‘આજ મેરા જનમદિન’ સોન્ગ વાગી રહ્યું છે.
કેપ્શનમાં લખ્યું છે ‘ક્યૂંકિ. થોડા દિવસ પહેલા ‘અંજલીભાભી’નું પાત્ર ભજવી રહેલી સુનૈના ફોજદારે રજાના દિવસે અનાથાશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે ત્યાં રહેતી બાળકીઓ સાથે સમય વિતાવ્યો હતો અને તેમના માટે તે ગિફ્ટ પણ લઈને ગઈ હતી. આટલું જ બાળકીઓ સાથે તેણે બોલિવુડ સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો.SS1MS