માધવ – મહાદેવ તરફ જવાના માર્ગો બંધ
(પ્રતિનિધિ) અમદાવાદ: કોરોનાને કારણે ઉત્સવો બંધ થઇ જતા ભક્તો નિરાશ છે. ઇતિહાસમાં આવુ ક્યારેય જાેયુ નથી કે આઠમ કે શ્રાવણ મહિનામાં તહેવારોમાં મંદિરો બંધ હોય. શ્રાવણ પૂરો થવા આવી રહ્યો છે અને શ્રદ્ધાળુઓ પોતાના ભોળીયા મહાદાવેને લોટો જળ પણ ચઢાવી શકતા નથી. જળ ચઢાવવાની વાત તો દૂર રહી દર્શન કરવામાં પણ મોઢે માસ્ક બાંધવા પડે છે. આ તે કેવી વિડંમબણા છે !!
ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્યદિવસ એટલે જન્માષ્ટમીનો પર્વ – પરંતુ આ દિવસે મંદિરો બંધ, મેળાઓ બંધ, મટકી ફોડવાનો કાર્યક્રમ બંધ, ભગવાનના લાખો કરોડો ભક્તો માટે આનાથી હતાશા-નિરાશાની પળ ક્યારેય આવી નહીં હોય. ઘરે પૂજા-પાઠ કરી શ્રીકૃષ્ણ જન્મોત્સવના વધામણા થયા. પરંતુ ઉત્સવો જાણે કે ફિક્કા લાગ્યા. ભક્તો વિના ભગવાનને પણ ગમતુ નહીં હોય. પરંતુ કોરોના કાળ બનીને ઊભો છે માધવ પણ નહીં અને મહાદેવ પણ નહીં. આને કેવા પાપ માણસે કર્યા હશે કે બન્ને ભગવાન તરફ જવાના માર્ગ બંધ થઇ ગયા. માધવ-મહાદેવથી ભલા કયુ કામ અશક્ય હોઇ શકે. પરંતુ બન્ને રૂઠ્યા છે. જાેકે ભગવાન કહે છે કે હું તો સાકાર પણ છું અને નિરાકાર પણ છું. મારી ભક્તિમંદિરે થાય. ઘરે થાય અને કામ કરતા પણ થાય. વિશ્વમાં કણેકણમાં છું.
મારી ભક્તિ ઘરે પણ કરો તેનો સહર્ષ સ્વીકાર કરીશ. પરંતુ ભગવાનના લાખો-કરોડો ભક્તો અત્યારની સ્થિતિથી ખુશ નથી. મંદિરો બંધ થતાં સેંકડો ભક્તો દુઃખી છે માધવ – મહાદેવ તરફ જવાના માર્ગો સુનકાર થઇ ગયા છે.