માધાપર ઓવરબ્રિજ પાસે અકસ્માતમાં દંપતીનું મોત
રાજકોટ: રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં પાંચ જેટલા અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે પાંચ પૈકી અકસ્માતની ચાર ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે કે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ત્યારે ગુરૂવારની મોડી રાત્રે માધાપર ઓવરબ્રીજ નજીક અકસ્માત ની ઘટના સામે આવી છે.
જે અકસ્માતમાં દંપતીનું મોત નિપજ્યું છે. જ્યારે કે તેમના પુત્ર ને ગંભીર ઇજા પહોંચતા તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ગાંધીગ્રામ પોલીસ ના જણાવ્યા પ્રમાણે ગુરૂવારના રોજ મોડી રાત્રે સુંદરમ સિટી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં દિલીપભાઈ પોપટભાઈ વાળા તેમજ પત્ની હંસાબેન દિલીપભાઈ વાળા નું મોત નિપજ્યું છે. જ્યારે કે તેની સાથે રહેલા બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગાંધીગ્રામ પોલીસ ના જણાવ્યા પ્રમાણે ગુરૂવારના રોજ મોડી રાત્રે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ત્યારે અકસ્માતમાં દિલીપભાઈ પોપટભાઈ વાળા તેમજ પત્ની હંસાબેન દિલીપભાઈ વાળા નું મોત નિપજ્યું છે. જ્યારે કે તેની સાથે રહેલા બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તો સાથે જ ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી કરી બંને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.
ત્યારે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનમાં હૉસ્પિટલમાં કામ કરતી મહિલાનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત પહેલાં બીએમડબલ્યુ કારના અકસ્માતની ઘટના સામે આવી હતી. રવિવારના રોજ સવારના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા નજીક ઓવરબ્રિજ નીચે પાડી સાથે બાઈક અથડાતાં યુવકનું મોત થયું હતું. અગાઉ પણ રાજકોટ શહેરમાં હિટ એન્ડ રનમાં હૉસ્પિટલમાં કામ કરતી મહિલાનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત પહેલાં બીએમડબલ્યુ કારના અકસ્માતની ઘટના સામે આવી હતી.
રવિવારના રોજ સવારના ભાગે શહેરના મોરબી રોડ પર આવેલા વેલનાથ પરા નજીક ઓવરબ્રિજ નીચે પાડી સાથે બાઈક અથડાતાં યુવકનું મોત થયું હતું. આ અકસ્માતમાં મારૂતિની કારના બોનેટના ભાગનો કચ્ચરઘણા નીકળી ગયો હતો
જ્યારે એક્ટિવા સવાર દંપિતને ગંભીર ઇજાઓ થતા તેમનું કરૂણ મોત થયું હતું. આમ શહેરની હદમાં એક જ સપ્તાહમાં અકસ્માતોના કારણે પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ છે. આ અકસ્માતમાં મારૂતિની કારના બોનેટના ભાગનો કચ્ચરઘણા નીકળી ગયો હતો જ્યારે એક્ટિવા સવાર દંપિતને ગંભીર ઇજાઓ થતા તેમનું કરૂણ મોત થયું હતું. આમ શહેરની હદમાં એક જ સપ્તાહમાં અકસ્માતોના કારણે પાંચ જિંદગીઓ હોમાઈ ગઈ છે.