માધુપુરામાં તસ્કરો સિગારેટના પેકેટો ઉઠાવી ગયા
અન્ય બનાવમાં જ્વેલરની દુકાનના શટર તોડી સાડા ત્રણ લાખના દાગીનાની ચોરી |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : માધુપુરામાં (Madhupura, Ahmedabad) ચોરીના બે બનાવો સામે આવ્યા છે. જેમાં ગાડી મુકીને ડ્રાઈવર ગોડાઉનમાં જઈને પરત આવ્યો હતો ત્યાં સુધીમાં તો તસ્કરો સિગારેટના મોટા જથ્થા ઉપર હાથ સાફ કરી ગયા હતા. જ્યારે અન્ય એક ઘરનું તાળુ તોડીને સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ગયા હતા. અમદાવાદ શહેરમાં માધુપુરા વિસ્તારની અંદર ઓદ્યોગીક એકમો મોટી સંખ્યમાં આવેલા છે. પરંતુ અપૂરતી પોલિસની સંખ્યાના કારણે કાયદો અને વ્યવસ્થા કથળી છે. ખાસ કરીને રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે રીતુલ ગાંધી (૩૯) પાલડી (Ritul Gandhi, Paldi) ખાતે રહે છે અને લશ્કરી બિલ્ડીંગ કાલુપુર ખાતે તમાકુ પાન મસાલા બીડી સિગારેટનો હોલસેલમાં વેપાર કરે છે. તેમનું ગોડાઉન અમદુપુરા સુમલ-૪ (Amdupura, Summel -4) ખાતે છે.
સોમવારે બપોરના સમયે અલગ અલગ સ્થળે માલની ડીલીવરી કરવાની હોઈ તેમણે કુલ એક લાખ છોતેર હજાર રૂપિયાની કિંમતના (1,46000 Rs.) સિગારેટના બે પાર્સલ ટ્રાન્સપોર્ટમાં મોકલવા માટે પેક કર્યા હતા. તેમને ત્યાં કામ કરતાં શ્યામબાબુ કેવટ (Shayambabu Kevat) પેંડલ રીક્ષામાં આ જથ્થો મુકીને માધુપુરા બારડોલપુરા ખાતે આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સવા સાત વાગ્યે પહોંચ્યો હતો. અને અન્ય પાર્સલો કાર્ગોમાં મુકવા ગયો હતો. થોડી જ વારમાં ત્યાંથી પરત ફરતા આ પેંડલ રીક્ષામાંથી બંન્ને મોટા પાર્સલો ગાયબ થઈ ગયા હતા. જેથી ગભરાયેલા શ્યામબાબુએ રીતુલભાઈને આ અંગેની જાણ કરી હતી.
રીતુલભાઈએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં રૂપિયા પોણા બે લાખથી વધુનો માલ ચોરી થયાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે અન્ય બનાવ અનમોલ ટાવર, શાહીબાગ ખાતે રહેતા નિખિલભાઈ શાહ (૩પ)ની દિલ્હી દરવાજા ખાતે આવેલા બી.જી. ટાવરમાંની દુકાનમાં બન્યો છે. ‘શાહ દિલીપકુમાર કપુરચંદ’ Shah dilipkumar kapoorchand નામની સોના-ચાંદીના દાગીનાની દુકાન ધરાવતા નિખલીભાઈને Nikhilbhai કોમ્પ્લેક્ષના સેક્રટરીએ ફોન કરી તેમની દુકાનના તાળા તૂટ્યા હોવાનું જણાવ્યુ હતુ.
જેથી તાબડતોબ દુકાને પહોંચેલા નિખિલભાઈએ તપાસ કરતાં શો-કેસ તિજારી,લોકર વગેરે તૂટેલી હાલતમાં હતા. અને તેમાંથી સોનાના દાગીના, ચાંદીના દાગીના વાસણો તથા અન્ય વસ્તુઓ સહિત સાડા ત્રણ લાખથી વધુની મત્તા ચોરાયેલી હતી. જેથી તેમણે તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ ગણતરીની મીનિટોમાં દુકાને પહોંચ્યા બાદ નિખીલભાઈની ફરીયાદ લઈ તપાસ હાથ ધરી છે.