માધુપુરામાં બાળલગ્ન અટકાવાયા
અમદાવાદ, મહિલા હેલ્પ લાઇનને અજાણ્યા શખ્સે ફોન કરીને માધુપુરામાં બાળલગ્ન થઇ રહ્યા હોવાની માહિતી આપી હતી. જેને પગલે મહિલા હેલ્પ લાઈન ની ટિમ લગ્ન સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં જાન આવી ચુકી હતી અને જમણવાર પણ પતિ ગયો હતો. 181 ની ટીમે બાળકીના પિતાની પૂછપરછ કરતા હવે દુલ્હન ને ચોરીમાં લાવવાનો સમય થઇ ગયો હોવાનું તેમણે કહ્યું હતું.
જેથી તેમની પાસે વર-વધુના ઉંમરના પુરાવા માંગવામાં આવતા પિતાએ હાલ માં તે પોતાની પાસે ન હોવાનું જણાવતા બાળકીની પૂછપરછ કરવામાં આવી હતી. જેની જન્મ તારીખના આધારે તે ફક્ત પંદર વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. ઉપરાંત બે વર્ષ પહેલા તેની મરજીથી જ સગાઇ પણ થઇ હોવાનું તેને કહ્યું હતું. જો કે ઉમર મુજબ આ લગ્ન ગુનો બનતો હોવાથી મહિલા ટીમે બાળકીને માતા પિતા સાથે માધુપુરા પોલીસને સોંપી હતી. અને સામાજિક અધિકારીને પણ આ ઘટનાની જાણ કરી હતી.