માધુપુરામાં મહિલા ડોક્ટરને મારી નાખવાની ધમકી આપતા સાસરીયા વિરુદ્ધ ફરીયાદ
અમદાવાદ: સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહીલા ડોક્ટરે પોતાના તથા સાસરીયાઓ વિરુદ્ધ ધરેલુ હિસાની ફરીયાદ નોધાવી છે ઘરકામ તથા દહેજ બાબતે ડોક્ટરને શારીરીક માનસીક ત્રાસ આપીને સાસરીયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોચ્યો છે.
ડો ઝલકબેન વોરા અસારવા સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગમાં મેડીકલ ઓર્ડીનેટર ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેમના લગ્ન અદાણી શાતિ ગ્રામ ખાતે મિડોઝ રેસીડેન્સીમા રહેતા ડોક્ટર પ્રાણણીજ વોરા સાથે થયા હતા લગ્ન બાદથી જ તેમના સાસુ તથા સસરા સામાન્ય બાબતોમા તેમની સાથે બોલાચાલી કરતા જે અંગે પતિને વાત કરતા તે પણ ઝલકબેને ઉપર ગુસ્સે થઈ માર મારતા તથા કપડા ફાડી નાખતા અવાર નવાર ઘરમા હિસા થતી હોવા છતા ઝલકબેને સહન કર્યે જતા હતા.
જા કે બાદમાં પતિએ ઘર તથા કાર ખરીદવા માટે રૂપિયાની માગણી શરૂ કરી હતી જેના પગલે ઝલકેન ત્રાસી ગયા હતા દરમિયાન થોડા દિવસ અગાઉ ઘરમા ફરી વખત ઝઘડો થતા પતિ સાસુ અને સસરાએ તેમના જાનથી મારી નાખવાની ધમકી આપતા ઝલકબેન ગભરાઈ ગયા હતા અને ફરીયાદ નોધાવી હતી.