માધુરીએ બ્લેક ટ્રાન્સપરન્ટ સાડીમાં ધમાલ મચાવી

મુંબઈ, બોલિવૂડની દિવા માધુરી દીક્ષિત હાલમાં પોતાના ટ્રેડિશનલ ડ્રેસના કારણે ચર્ચામાં છે. સુંદર લહેંગાથી લઈને પ્રિન્ટેડ સાડી સુધી આ અભિનેત્રીએ બધું જ પહેર્યું છે અને પોતાના દરેક લુકથી લોકોને દિવાના બનાવ્યા છે. તે રિયલિટી ટીવી શો ડાન્સ દિવાને ૩ના સેટ પર એક સુંદર ટ્રેડિશનલ બ્લેક કલરની સાડીમાં જાેવા મળી હતી. માધુરીએ સેટ પરથી પોતાના લેસેસ્ટ ફોટોશૂટના ફોટોઝ શેર કર્યા હતા.
તેનાથી ઈન્ટરનેટ પર હલચલ પેદા થઈ ગઈ હતી. ફેન્સની સાથે સેબેલ્સ પણ તેના દિવાના થઈ ગયા છે. માધુરી દીક્ષિતે પોતાના ઈન્સ્ટગ્રામ હેન્ડલ પર બ્લેક કલરની સાડીમાં સુંદર ફોટો શેર કર્યા છે. શેર કરેલા ફોટોઝમાં માધુરી દીક્ષિતે પોતાના માટે આરપાર દેખાતી મોનોટોન સાડી પસંદ કરી છે.
જે ઇન્ડિયન ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. પોતાની સાડી સાથે માધુરીએ કટઆઉટ સ્લીવ્સ વાળું મેચિંગ બ્લાઉઝ મેચ કર્યું હતું, જેમાં હૉલ્ટર નેકલાઇન ઑવરઓલ કોમ્બિનેશનને પરફેક્ટ લુક આપી રહી હતી. ચોલીમાં ડીપ નેકલાઇન એડ હતી, જેમાં બસ્ટ એરિયાને સ્ક્વેર ડિઝાઇન સાથે કવર કરાઈ હતી. બ્લાઉઝ ઉપર પણ રેશમના દોરાથી કંઈક ચિત્રકામ બનેલું હતું.
આ તસવીરમાં માધુરી દીક્ષિત અત્યંત સુંદર લાગી રહી છે. ફેન્સ તેની સુંદરતાના કાયલ થઈ રહ્યા છે. સામાન્ય રીતે ૫૦ વર્ષની ઉંમરમાં સ્ત્રીઓ પોતાના પર ધ્યાન આપવાનું ઓછી કરી દે છે. ત્યાં જ માધુરી પોતાના માટે એવા કપડાં પસંદ કરે છે તે જાેતા જ લોકોને આશ્ચર્યનો આંચકો લાગે છે.
માધુરીએ ઓછા આભૂષણો સાથે બંગડી, વીંટી અને મેચિંક ઝુમકા પહેર્યા છે. અભિનેત્રીએ મેક-અપ પર ખાસું ધ્યાન આપ્યું છે, જેના થકી તે ગ્લેમરસ લાગી રહી છે. માધુરી દીક્ષિતની અદા ફેન્સને દિવાના બનાવી રહી છે. ઇન્ટાગ્રામ પર માધુરી દીક્ષિતના ફોટો શેર થતાં જ, તરત તે વાયરલ થઈ ગયા હતા. ફેન્સે પોસ્ટ પર દિલ ખોલીને લાઈક અને કૉમેન્ટ્સ કરી છે. માધુરીની સાડીનું મટિરિયલ પાતળું હતું.
આઉટફિટ બનાવવામાં સંપૂર્ણ શીયર લૂકિંગ ફેબ્રિકનો ઉપયોગ થયો છે, જે લાઇટવેઇટ હોવાની સાથે પોતાનામાં સ્પાર્કલી-શાઇની અને શિમરી ઇફેક્ટ ક્રિએટ કરે છે. માધુરી દીક્ષિત હાલ રિયલીટી શો ડાન્સ દિવાને ૩ને જજ કરી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર માધુરીની ફાઇન્ડિગ અનામિકા નામની વેબ સિરીઝ આવવાની છે.SSS