માધુરી ડાન્સ દીવાનેના ચાર એપિસોડમાં નહીં જાેવા મળે
મુંબઈ: માધુરી દીક્ષિત નેને ‘ડાન્સ દીવાને ૩’ના આગામી ચાર એપિસોડમાં જાેવા મળશે નહીં કારણ કે એક્ટ્રેસ તાત્કાલિક બેંગ્લોરની મુસાફરી કરી શકશે નહીં. તેથી, આગામી બે અઠવાડિયા માટે સોનુ સૂદ અને નોરા ફતેહી ગેસ્ટ જજ તરીકે હાજર રહેશે. યુનિટના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, ‘માધુરી દીક્ષિતને રિપ્લેસ કરવામાં આવી રહી નથી, પરંતુ તે આગામી ચાર એપિસોડ માટે ઉપલબ્ધ નથી. ૩ વર્ષની માધુરી દીક્ષિતે એક દિવસ પહેલા જ કોવિડ-૧૯ વેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો. રસી લેતી તસવીર શેર કરીને એક્ટ્રેસે લખ્યું હતું કે, ‘આજે મેં રસીનો બીજાે ડોઝ લીધો.
હું દરેકને રસી લેવાની વિનંતી કરું છું. ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પહેલી મે સુધીનું લોકડાઉન જાહેર કર્યું છે અને તેના કારણે મુંબઈમાં એક પણ સીરિયલ, ફિલ્મ કે એડનું શૂટિંગ થઈ રહ્યું નથી. દરેક શોએ શૂટિંગ માટે મહારાષ્ટ્રની બહાર અલગ-અલગ જગ્યા પસંદ કરી છે. સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ ૧૨’નું શૂટિંગ દમણમાં ખસેડવામાં આવ્યું છે. હિમેશ રેશમિયા જાેઈન ન કરે ત્યાં સુધી અનુ મલિક અને મનોજ મુનતાશિર જેવા ચહેરા જાેવા મળશે. ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર ૩’ પણ વીકએન્ડમાં આવે છે
તેનું શૂટિંગ મુંબઈ બહાર ખસેડવાનું યુનિટનું કોઈ પ્લાનિંગ નથી. અન્ય દૈનિક ધારાવાહીક સીરિયલો જેમ કે, અનુપમા, ઈમલી, કુમકુમ ભાગ્ય, કુંડલી ભાગ્ય, નમક ઈશ્ક કા, છોટી સરદારણીસ વાગલે કી દુનિયાનું શૂટિંગ પણ મહારાષ્ટ્ર બહાર કરવામાં આવી રહ્યું છે. આ શોનું શૂટિંગ હાલ બાયો-બબલમાં રહીને કરવામાં આવી રહ્યું છે. ડાન્સ દીવાને ૩’ની વાત કરીએ તો, હાલમાં જ તેનો હોસ્ટ રાઘવ જુયાલ કોરોના સંક્રમિત થયો છે. થોડા દિવસ પહેલા જજ ધર્મેશ યેલાંડેને પણ કોરોના થયો હતો.