Western Times News

Gujarati News

માધુરી દીક્ષિતની સુંદરતાનું સિક્રેટ નારિયેળ પાણી છે

મુંબઈ, માધુરી દીક્ષિત અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બ્યુટી અને હેલ્થ ટિપ્સ શેર કરતી રહે છે. હાલમાં જ માધુરીએ એક પછી એક એવા ડ્રિંક્સ વિશે માહિતી આપી હતી જે તે નિયમિતપણે પીવે છે. માધુરી દીક્ષિત નેને ૫૪ વર્ષની ઉંમરે પણ ડાન્સ ક્વીન છે. તેમની સુંદરતા યુવાનવયની યુવતીઓને પણ શરમાવે તેવી છે.

જાે તમે પણ તમારી વધતી ઉંમરને ગ્રેસફુલી ઈન્જાેય કરવા માગતા હોવ, તો માધુરી દીક્ષિતના આ મનપસંદ પીણાંનું સેવન ચોક્કસથી કરો. માધુરી કહે છે કે, આ બધા પીણાં તેને સ્વસ્થ-યુવાન અને ચમકદાર રહેવામાં મદદ કરે છે. કેટલાક પીણાં બોડી ડિટોક્સમાં મદદ કરે છે, જ્યારે કેટલાક સ્ટ્રેસ બસ્ટર તરીકે કામ કરે છે. તે જ સમયે, કેટલાક પીણાં ત્વચાને હાઇડ્રેટ રાખવામાં અને ગ્લો વધારવામાં મદદ કરે છે. માધુરી દીક્ષિતને નારિયેળ પાણી પીવાનું પસંદ છે.

તે દરરોજ નાળિયેર પાણીનું સેવન કરે છે કારણ કે તેણે નારિયેળ પાણીને તેના દૈનિક આહારનો ભાગ બનાવ્યો છે. માધુરી કહે છે, ‘હું મારા રોજિંદા જીવનમાં નારિયેળ પાણીનો સમાવેશ કરું છું. કારણ કે તે મારા તણાવને દૂર કરે છે, મારી ત્વચાને ચમકદાર રાખે છે અને મને સ્વસ્થ રાખે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ તમારી ફેવરિટ ધક ધક ગર્લ ચાની દિવાની છે.

એટલું જ નહીં, માધુરી પોતાની ચાને લઈને ખૂબ જ ગંભીર છે. એટલા માટે જ તેને શાંતિથી બેસીને ચાની દરેક ચુસ્કીની મજા લેવાનું પસંદ છે. માધુરીને પરંપરાગત ચાની સાથે બ્લેક-ટી અને કોફી પીવી પણ ગમે છે. જાેકે આ વાતનો આધાર તેમના મૂડ પર છે.

માધુરીને દરરોજ એક કપ ચા પીવી ગમે છે. કારણ કે તેને પીધા પછી તેઓ પોતાની જાતને ફ્રેશ અને રિચાર્જ અનુભવે છે. માધુરીની ચમકદાર અને યુવા ત્વચાનું એક રહસ્ય એ છે કે દરરોજ પૂરતું પાણી પીવું. તમારે દરરોજ ઓછામાં ઓછું ૮થી ૧૦ ગ્લાસ સાદુ પાણી પીવું જાેઈએ. કારણ કે તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

પૂરતું પાણી પીવાથી ત્વચા ડિટોક્સિ રહે છે અને શરીરમાં બનેલા હાનિકારક ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે ત્વચા ચમકદાર રહે છે. કરચલીઓ અને ફ્રીકલ્સની સમસ્યા નથી રહેતી. વિચારીને કહો કે, તમને માધુરીના ચહેરા પર સૌથી વધુ શું આકર્ષે છે.

બેશક, માધુરીનું સ્મિત. માધુરી હંમેશા હસવાની આ કળા અને તેના ફાયદા વિશે સારી રીતે જાણે છે. તેથી જ તેના ચાહકોને આ વિશે જણાવતી વખતે, તેણીએ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘સ્મિત એ એક મફત ઉપચાર જેવું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.